________________
કયા ઉપાયથી મારે તેને લાગ શોધતા હતા. આ પ્રકારને વિચાર કરતાં કરતાં તે બધા યક્ષાલયની પાસે આવી ગુપ્ત રીતે બેસી ગયા. આમાં જે બધાથી નાન ભાઈ હતો તેણે બધાને કહ્યું કે, આપ બધા અહિં બેસો, હું એકલે જ અગડદત્તને મારવા માટે જાઉં છું. એવું કહીને તે યક્ષાલયના દરવાજા પાસે પહોંચ્યો. તેણે અગડદત્તની પત્ની મદનમંજરીનું રૂપ જેવાના આશયથી પોતાની પાસેના ગુખ દિપકને સળગાવ્યા. પ્રકાશ થતાં જ મદનમંજરી દુર્યોધનના નાના ભાઈને જોઈને તેને ઉપર મોહિત બની ગઈ અને કહેવા લાગી “તમે મારા પતિ બની જાવ અને હું તમારી પત્ની થઈ જાઉં, નહિતર હું મરી જઈશ. ” દુર્યોધનના નાના ભાઈએ કહ્યું-હું તમારા પતિથી તે ડરું છું. પછી હું તમારે પતિ કઈ રીતે થઈ શકું? મદનમંજરીએ કહ્યું –એની ચિતા તમે ન કરો-હું તમારા દેખતાં જ તેને મારી નાખીશ પછી તમને ભય શાને છે? મદનમંજરીની આ પ્રમાણે વાત સાંભળી દુર્યોધનના નાના ભાઈએ પોતાની પાસેને દિપક બુઝાવી નાખ્યું. હવે એ ચેરને ભાઈ વિચારવા લાગ્યું કે જુઓ ! આ કેટલા દુઃખની વાત છે કે, જે અગડદત્ત તેની ખાતર મરવાને પણ તૈયાર થયા હતા તેવા પતિને પણ આ દુષ્ટા મારવા માટે તૈયાર થઈ છે, આવી સ્ત્રીને મારે શું કરવી છે? આ દષ્ટ સ્ત્રીના યોગથી જે પોતે મરેલે જ છે, તેવા શત્રુને મારે એ પણ યોગ્ય નથી, આથી હું તેને જીવતદાન આપીશ. આ પ્રકારને ચેરને ભાઈ વિચાર કરી રહ્યો હતો, એટલામાં આ બાજુ રાજકુમાર અગડદત્ત અગ્નિ લઈને પાછા આવતું હતું તે વખતે તેણે યક્ષાલયમાં પ્રકાશ થતે જે
- યક્ષાલયમાં પ્રવેશતાં જ શંતિ મનથી તેણે પિતાની પત્નિને પૂછયું કે, હમણાં તો અહિં પ્રકાશ દેખાતું હતું તે કયાં ગયે? કેમકે જ્યારે હું અગ્નિ લઈને પાછા ફરી રહ્યો હતો ત્યારે મેં અહિં પ્રકાશ જે છે.) મદનમંજરીએ ચતુરાઈ પૂર્વક ઉત્તર આપે કે, ના એ તે આપશ્રીને ભ્રમ છે. પ્રકાશ તે આપે લાવેલા અગ્નિના પ્રકાશનું પ્રતિબિમ્બ આપના જોવામાં આવ્યું હશે તેમ મારું માનવું છે. અગડદત્ત પોતાની પત્નિની વાત માની લીધી, અને પોતાની તલવાર તેને સોંપી પિતે લાવેલા અગ્નિને સળગાવવા પ્રયત્ન કરવા માંડયો. અગ્નિને નીચે મુકી ગરદન નીચી કરીને કુંક મારવા લાગ્યું. એજ વખતે મદનમંજરીએ તેને મારવા માટે મ્યાનમાંથી તલવાર બહાર કાઢી, એનું એ પ્રકારનું ચારિત્ર જોઈને દુર્યોધનને નાનો ભાઈ કે જે ત્યાં છુપાઈ રહ્યો હતો તેણે તેના હાથમાંથી તલવાર આંચકી લીધી અને તેને દૂર ફેંકી દીધી. મદનમંજરીનું આ પ્રકારનું ચારિત્ર જોઈ અગડદત્તને મારવા આવેલાં તે પાંચે ભાઈ એ ધીરે ધીરે ત્યાંથી ચાલ્યા ગયા. તેઓ જતાં જતાં કોઈ એક વનમાં પહોંચ્યા ત્યાં તેમની નજરે એક મોટું વૃક્ષ પડયું. તે પાંચે ભાઈઓ એ વૃક્ષ પાસે ગયા. તે એ વૃક્ષ નીચે બેઠેલા એક જ્ઞાનસંપન્ન મહાત્માને જોયા. મદનમંજરીના આ પ્રકારના દુષ્ટ ચારિત્રથી તે સર્વને વૈરાગ્ય ઉત્પન્ન થતાં એ સઘળાએ તે મહાત્મા પાસે દીક્ષા લીધી. ગુરુની આજ્ઞા લઈને તપ, સંયમની
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨