________________
ક'પા જાગી. પરોપકાર કરવામાં પરાયણ એવા એ કળાચાયે તેને આશ્વાસન અને ધીરજ આપતાં કહ્યુ કે, વત્સ ! તુ' ગભરા નહી, મારે ઘેર રહીને તું સારી રીતે કળા અભ્યાસ કર પરંતુ એટલુ ધ્યાન અવશ્ય રાખજે કે, કોઇને પણ તારા વંશના રિચય આપીશ નહીં કેમકે-અહિંના રાજા અને તારા પિતા બન્ને વચ્ચે વેરભાવ છે. કળાચાર્યનાં વચન સાંભળીને અગડદત્તે તે પ્રમાણે કર્યું. ત્યારબાદ કળાચાય તેને પેાતાના ઘેર લઈ આવ્યા અને પેાતાની પત્નીને કહેવા લાગ્યા કે,જો આ મારા ભાઇના પુત્ર છે તે આપણે ઘેર આવ્યા છે. આ સાંભળી અગડદત્તે ક્લાચાયની પત્નીને પેાતાની માતા જેવી ગણી ભક્તિભાવે વંદના કરી. કળાચાર્યની પત્ની પણ તેને પેાતાની પાસે રાખીને પોતાના જ પુત્ર હોય તેમ ગણી તેને લેાજન કરાવવા લાગી. કળાચાર્યે સર્વ પ્રકારે તેને માટે વ્યવસ્થા કરી આપી. એઢવા, પહેરવા માટે કપડાં અને ઘરેણાં વગેરે આપીને તેને સકેચ મટાડવા માટે ફરીથી તેને કહ્યું કે, વત્સ! આ મારૂં ઘર, ઘેાડા, રથ વિગેરે સમસ્ત વસ્તુ તું તારી પોતાની જ માનજે અને આનંદથી તારા પોતાના ઘરની માકજ અહી રહે. કળાચાર્યના વાત્સલ્યભાવે અગડદત્તના માનસમાં ભારે પરિવર્તન કરી દીધુ. તેના જીવનના પ્રવાહ ખીલકુલ જ બદલાઇ ગયા. અને ત્યાં પ્રેમપૂર્વક રહેતાં અગાઉનાં તેનાં સઘળા દુશ્ચરિત્રને ભૂલી જઈ ને કળાના અભ્યાસ કરવામાં તે પ્રવૃત્ત રહેવા લાગ્યા. અલ્પકાળમાં જ તેણે વિનયરૂપી અમૃતથી લેાકરૂપી કમળાને મુદિત કરતાં કરતાં સકળ કળાએને ચદ્રની માફક ગ્રહણુ કરી લીધી. કળાચાર્યને ત્યાં એક બગીચા હતા તેમાં તે દરરેજ ઘણા પરિશ્રમ વેઠી કળાઓના અભ્યાસ કરતા હતા. તે બગીચાની પાસે નગરના એક મેાટા શેઠની માટી ઉંચી હવેલી હતી. તે શેઠને એક પુત્રી હતી, જેનું નામ મદન મ ંજરી હતું. તે યથાનામ તથા ગુણવાળી હતી, રૂપલાવણ્યથી ભરપૂર હતી. જ્યારે અગડદત્ત અગીચામાં કળા અભ્યાસ કરવા માટે આવ્યા કરતા હતા ત્યારે તે ખારીએ બેસીને તેને જોયા કરતી હતી, અને પ્રેમથી તેના ઉપર પત્ર પુષ્પાની વૃષ્ટી કરતી. અગડદત્ત વિદ્યાભ્યાસની પ્રવૃત્તિને કારણે તથા કળાચાર્યના ભયથી તેની સામે જોતા પણ નહી. રાજ આ પ્રમાણે ચાલતુ .
એક દિવસ તે મદ્યનમ'જરી મદનથી પરવશ બની શરીર ઉપર સઘળા શણગારીને સજીને તે અશેાક નિકુ ંજમાં છાનીમાની આવીને છુપાઈ ગઈ અને કળાના અભ્યાસ કરવામાં રોકાએલા અગડદત્તનીસામે અનુરાગ પૂર્ણાંક અનિમેષ દૃષ્ટિએ જોવા લાગી.
રાજકુમાર અગડદત્તે જ્યારે તેની આ પ્રકારની ચેષ્ટા જોઈ તે કહેવા લાગ્યા કે, તમે કાણુ છે ? કેાની પુત્રી છે ? કળાના અભ્યાસમાં ગુંથાયેલ એવા મને માહિત કરવાના વ્યર્થ પ્રયાસ શા માટે કરા છે? મન માંજરીએ કહ્યુ, સાંભળેા! મારૂ નામ મદનમંજરી છે, હું' મદત્ત નામના પ્રસિદ્ધ શેઠની પુત્રી, મારા પિતા અહીંના નગરશેઠ છે. આ નગરમાં જ મારૂં લગ્ન
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
२२