________________
પુત્રી સાથે વિવાહ થયા. કુમાર અને વધતુ ઘણા સમય સુધી સુખપૂર્વક પેાતાના સાસરામાં રહ્યા. આ રીતે રહેતાં તેમની પ્રસિદ્ધિ થઇ ચૂકી.
એક સમય કુમાર અને વરધનુ મને વારાણસી ગયા. વરધનુ કુમારને નગરની બહાર રાખીને કટક નામના રાજાની પાસે ગયા. જઈને કહ્યું કે, બ્રહ્મદત્તકુમાર આપના નગરની બહાર રોકાયેલ છે. આ સમાચારને સાંભળી રાજા ખૂબ હર્ષિત થયા અને રાજકુમારને નગરમાં લાવવા માટે ઠાઠમાઠથી સ્વાગતની તૈયારી કરી સઘળા વાહનાને તૈયાર કરવામાં આવ્યાં અને સવારી રાજકુમારની પાસે ગામની બહાર આવી પહેાંચી. એમણે બ્રહ્મરાજાની માક કુમારનું સ્વાગત કર્યું" અને તેને હાથી ઉપર બેસાડી શહેરમાં પ્રવેશ કરાશે. રાજમહાલયની પાસે સવારી આવીપહોંચતા ભારે માનપૂર્વક મહાલયમાં લઈજવામાં આન્ગેા. આ રાજાને એક ગુણવતી પુત્રીહતી જેનું નામ કનકાવતી હતું. રાજાએ પાતાની એ પુત્રીનું બ્રહ્મદત્તકુમાર સાથે પાણિગ્રહણ કરાવ્યું. દહેજમાં રાજાએ ઘણા હાથી, ઘેાડા, જર, જવેરાત વગેરે આપ્યું. કુમાર કનકાવતી સાથે ત્યાં રહેવા લાગ્યા. આ સમયે કુમારને ત્યાં ચક્રવતી ના દ્યોતક ચક્રાદ્વિરત્ન પ્રગટ થયા.
કટકરાજાએ પોતાના તાને પુષ્પશૂલ, સ્ક્વેરદત્ત, આદિ રાજાની પાસે પાતપાતાની સૈન્ય સામગ્રી લઇ વાણારસી આવવા માટેનું આમંત્રણ આપવા મેકલ્યા. એથી એ સઘળા રાજાએ પેાતપેાતાનાં અન્ય સામગ્રીથી સુસજ્જ થઈને વારાણસી આવ્યા. સહુએ મળીને કુમારનો રાજ્યાભિષેક કર્યાં, વરધનુને સેનાપતિનું પદ આપવામાં આવ્યુ, બ્રહ્મદત્ત ચક્રવતી' આ પછી સઘળા સૈન્યની સાથે દીર્ઘરાજા સાથે સંગ્રામ કરવા માટે નીકળી પડયા, ચાલતાં ચાલતાં કુમાર કામ્પિલ્ય નગરની પાસે આવી પહોંચ્યા. દીર્ઘરાજાને ખબર મળતાં તેણે પેાતાના દ્વાને કાશીનરેશ, કટક રાજા વગેરે પાસે માકલ્યા. એમણે તાને અપમાનિત કરીને કાઢી મૂકયા. કેાઈએ તેમની એક પણ વાત સાંભળી નહીં'. કુંતાએ અપમાનિત ખની પાછા ફરીને સઘળા સમાચાર દી રાજાને કહી સંભ ળાવ્યા. બ્રહ્મદત્તના આક્રમણુના સમાચાર સાંભળીને તેની માતા ચુલની ગુસ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૮૨