________________
થાકી ગયા હશે આથી છેડે વખત આ રથમાં વિશ્રામ કરે. વરધનુનાં વચન સાંભળી કુમાર રથમાં સુઈ ગયા. ચાલતાં ચાલતાં માર્ગમાં એક પહાડી નદી આવી. ઘડાઓ પણ ચાલતાં થાકી ગયા હતા આથી એ નદીને પાર કરવાની તેમનામાં શક્તિ ન હતી. આ વખતે કુમાર જાગી ગયા ત્યારે તેણે ફક્ત રથના થાકેલા ઘોડાઓને જોયા વરધન ન દેખાય. વરધનુને ન જોતાં કુમારે વિચાર કર્યો કે, કદાચ તે પાણી લેવા ગયા હશે. આથી તેમણે તેની રાહ જોઈને છેડે વખત રથને ત્યાં રોકી રાખે. જ્યારે વરધનુ ન આવ્યો ત્યારે કુમારે વિચાર કર્યો કે, વરધનુ હજુ સુધી પાછો કેમ ન આવ્યું? એનું શું કારણ હશે? તે કયાં ગયો હશે? આ પ્રકારે અનિડની આશંકાથી આકુળ વ્યાકુળ બનીને કુમારે આજુબાજુ દષ્ટિ ફેરવી તે રથના અગ્રભાગને લેહીથી ભરેલે જોયો. રૂધીરથી ભરેલા રથના આગલા ભાગને જોતાં જ કુમારે વિચાર કર્યો કે, નિશ્ચયથી કઈ દુષ્ટ વરધનુને મારી નાખ્યો છે. આ વિચારે તેનું હૃદય ભરાઈ આવ્યું અને તે રાવા લાગ્યા. પ્રિય મિત્ર! તું મને આ વનમાં એકલે છોડીને કયાં ચાલ્યો ગયો. કાંઈક તે ખબર આપે. ચંદન જેવા શીતળ બાહ યુગલથી આવીને મને મળે. વિપત્તમાં સહાય કરવાવાળા હે મિત્ર ! તારા જે મિત્ર હવે મને ક્યાંથી મળશે ? અરે એ કરાલકાળ ? નિર્દય બનીને જ્યારે તેં મારા આ હૃદયનું હરણ કર્યું તે એના પહેલાં તે મને જ કેમ ન મારી નાખ્યો ? આ પ્રકારના વિલાપ કરતાં કરતાં કુમારને મૂછ આવી ગઈ
કુમારને બેહોશ થયેલ જાણીને રનવતીએ અનેક ઉપચારોથી તેની મૂઈ દૂર કરી. જ્યારે કુમાર સ્વસ્થ બને તે તે ફરીથી વિલાપ કરવા લાગ્યા. વિલાપ કરતાં કરતાં તે ધ્રુસ્કે ધ્રુરકે રોવા લાગ્યા. કુમારની આ પ્રકારની દયાજનક સ્થિતિ જોઈને રત્નવતીએ તેને સાંત્વન આપતા શબ્દોથી ધીરજ આપી. કુમારે રત્ન વતીને કહ્યું, રત્નાવતી ! જ્યારે ખબર જ નથી પડતી કે વધતુ જીવિત છે કે, મારી ગયેલ છે, ત્યારે મને મારું કર્તવ્ય એ કહે છે કે હું તેની શોધમાં નીકળી પડું. આથી હું તેની શોધ કરવા માટે જાઉં છું. કુમારની વાત સાંભળી રત્નાવતીએ કહ્યું, આર્યપુત્ર! આ અવસર વરધનુની શોધ કરવાનો નથી, કારણ કે હું એકલી છું. અને આ વન પણ ચેર તેમજ હિંસક પ્રાણીઓથી ભરેલું છે. પગલાઓ અને ઘાસ, કાંટા વગેરેથી એવું અનુમાન બંધાય છે કે નજીકમાં કેઈ ગામ લેવું જોઈએ. આથી મને સુરક્ષિતપણે ગામમાં રાખીને પછી આપ વરધનુની શોધ કરે એ ઠીક છે.
રત્નાવતીનું આ પ્રમાણે વચન સાંભળીને કુમાર તેને લઈને ક્ષિતિપર ગામમાં પહોંચ્યું. કુમાર જ્યારે તે ગામમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે અનેક મનુષ્યની વચ્ચે ઉભેલા ક્ષિતપતિ નામના ગામના અધિપતિએ કુમારને જે. આથી તેણે વિચાર કર્યો કે, આ આવનાર કેઈ સાધારણ પુરુષ નથી. આકૃતિજ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૭૬