SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ તારૂ અપહરણ કરનાર મારા શત્રુ એ વિદ્યાધર આ સમયે કયાં છે? હું જોવા માગુ' છું કે, તે કેટલેા બળવાન છે? કુમારની વાતને સાંભળી કુમારીએ કહ્યું સ્વામિન્! એ દુષ્ટ વિદ્યાધરે મને શાંકરી વિદ્યા આપવાનું નક્કી કર્યું છે અને એ વિદ્યાનો પ્રભાવ આ રીતનો હાવાનું કહ્યુ છે. જ્યારે તું આ વિદ્યાને યાદ કરશે ત્યારે તે વિદ્યા દાસ-દાસીએ સાથે તેમજ સખી અને પરિવાર સાથે સ્વયં પ્રગટ થશે અને તેને તું કહીશ તે પ્રમાણે તારાં દરેક કામ તે કરી આપશે. તારા જો કોઈ શત્રુ પણ હશે તે તેનો પણ તે વિનાશ કરી નાખશે. તારાથી દૂર રહેવા છતાં પણ મારા સઘળા વૃત્તાંત પૂછવાથી એ તને બતાવશે, આ કારણે એ વિદ્યાને સાધવા હું જાઉ' છું. એમ કહીને તે વિદ્યાધર એક વંશના જાળમાં બેઠા છે. એ વિદ્યાધરે મને પેાતાને સ્વાધીન કરવા આજ સુધી ઘણા પ્રયત્નો કર્યાં છે પરંતુ તેમાં તેને સફળતા મળી નથી. હું મારા શીલને અખંડ રાખી શકી છુ, મારા તેજને તે સહન ન કરી શકવાથી મને આ ભુવનમાં એકલી રાખીને તે વિદ્યાધર ચાલ્યા ગયેા છે. કુમારીની હકીકત સાંભળી લઈને કુમારે કહ્યું કે, હું માલે! હવે તમારે ભય રાખવાનુ કાઈ પ્રયેાજન નથી કેમકે, શાંકરી વિદ્યા સિદ્ધ કરવા માટે વંશજાળમાં ગીલે એ વિદ્યાધર મારા હાથથી હણાઈ ગયા છે, અર્થાત મારા હાથે તેનો શિરચ્છેદ થયા છે. વિદ્યાધરનો કુમારને હાથે શિરચ્છેદ થયાની વાત સાંભળીને કુમારી ખૂબ જ હર્ષિત ખની અને કહેવા લાગી, હું આ પુત્ર! તમારા હાથે જે કામ બન્યું છે તે ઘણું જ સારૂં થયું. એ દુષ્ટાત્મા વિદ્યાધરના નાશ થયે એથી મને ખૂબ હ થયા. હવે મને કઇ પ્રકારનો ભય નથી. આ પછી કુમારે ગાંધવ વીધી અનુસાર તે રાજકન્યા સાથે લગ્ન કર્યાં. અને કેટલાક દિવસ સુધી એ સ્થળે તેની સાથે આનંદથી રહ્યા. એક દિવસની વાત છે કે, દિવ્ય એવાં આભરણાનો રણકાર કુમારના કાને પડયા. એ દિવ્ય રણકાર સાંભળીને કુમારે પૂછ્યું, પ્રિયે ! આ શાનો રણકાર સભળાય છે ? રાજકન્યાએ કહ્યું, આ પુત્ર ! એ દુષ્ટ વિદ્યાધરની બહેન કે જેનુ' નામ શRsશાખા છે તે વિદ્યાધર કુમારીકાઓને સાથે લઈ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૨૬ ૬
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy