________________
આપવા માટે જે ઉપાય કર્યો તે આ પ્રમાણે છે. રાજકુમારે કાગડો અને હંસલી તેમજ પનાગણી અને ગોનસ સર્ષ આવાં બે જેડાં તૈયાર કરાવ્યાં અને પછી તેને એક સોય પરોવીને “તમારા બન્નેના દુશ્ચરિત્રને મેં જાણી લીધેલ છે” આ વાત સમજાવવા માટે માતા અને દીર્ઘ રાજા સમક્ષ આ બન્ને યુગલોને રાખીને આ પ્રકારે કહેવા માંડયું, “જે આ પ્રકારનો અનાચાર સેવશે તેને હું સખ્ત એ દંડ આપીશ.” એવું કહીને પછી તે બહાર નીકળી ગયું. આ રીતે તેણે ઉપરાઉપરી બે ત્રણ દિવસ સુધી આડકતરી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. રાજકુમારના આ પ્રકારના વર્તનને જાણ દીવના દિલમાં શંકા જાગી. તેણે વિચાર કર્યો કે, રાજકુમારને અમારા આ દુષ્કૃત્યની જાણ થઈ લાગે છે. આ પ્રમાણે તર્કવિતર્ક કરતાં દીર્ઘરાજાએ રાણુને કહ્યું, “દેવી ! આપણે આ મીઠા સંબંધ તમારા પુત્રની જાણમાં આવ્યો છે માટે જ તેણે કાગડે અને હંસલી આ બન્નેને સોયમાં પરોવીને આપણને દેખાય છે. વળી તે કહે છે કે જે આ પ્રકારના અનાચારનું સેવન કરશે તેને હું દંડ આપીશ. તે શું રાજ કુમાર અને કાગડા અને ગેસ સર્પ જે માનીને તેમજ તેમને હંસલી અને પાનાગણીરૂપ માનીને આ જાતનું દુખ્ય ત્રણ દિવસથી આપણને બતાવે છે. મને તે આથી ચોક્કસ ખાતરી થાય છે કે, આપણા બનેની પ્રીતિને એ સહન કરી ન શકતો હોવાથીજ એ ચીઢાવે છે. અને આપણે સંબંધ તેડાવવા તે તત્પર થયે છે. એ આવું કઈ પણ પગલું ભરે તે પહેલાં કટકરૂપ એવા આ રાજકુમારને દૂર કરી દેવું જોઈએ. દીર્ઘરાજાની આ વાતને સાંભળી ચુલનીએ કહ્યું. આપ ભારે શંકાશીલ લાગે છે. એ હજુ બાળક છે એથી જે મનમાં આવે તેમ બકે છે એનામાં હજી બાળક બુદ્ધિ છે એમાં આપે કઈ પ્રકારે શંકા રાખવાની જરૂર નથી. દીર્ઘરાજાએ રાણીની આ પ્રકારની વાત સાંભળીને કહ્યું. રાણી! તમે જે કહે છે તે પુત્ર તરફના વાત્સલ્યભાવનું કારણ છે. વાસ્તવમાં આનું પરિણામ ભવિષ્યમાં કેવું આવશે તે તમે જાણી શકતાં નથી. એ આગળ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૫૮