________________
હતું તેણે પણ અતિ ભક્તિભાવના ઉલ્હાસને કારણે ઉચિત આચારને પણ ભૂલી જઈ મુનિ મહારાજના ચરણોમાં મસ્તક નમાવી બન્ને હાથેથી મુનિરાજના ચરણને સ્પર્શ કર્યો. સુનંદાની સુકે મળ કેશરાશિના સ્પર્શથી થતા સુખનો અનુભવ કરતાં સંભૂતમુનિએનિયાણું કરવા માંડયું. એમના એ હૃદયના ભાવને જાણીને ચિત્તમુનિરાજે વિચાર કર્યો કે, અહાહા ! જુઓ તે ખરા મેં હરાજની દુર્જયતા ! ઇન્દ્રિયની નિર્બળતા કે જેની પ્રબળતાથી સદા વિકૃષ્ટ તપસ્યાઓનું આરાધન કરવાવાળા એવા આ સંભૂતમુનિ કે જેઓ જીન વચનના રહસ્યના જ્ઞાતા છે તેઓ આ યુવતિના વાળના સ્પર્શ માત્રથી જ નિદાન કરવા તરફ ઝુકવાની તૈયારી કરી રહ્યા છે. આથી તેમને તાત્કાલિક ચેતવવા જોઈએ. આ પ્રકારનો વિચાર કરી ચિત્તમુનિરાજે સંભૂતમુનિને પ્રતિબંધ કરવાની ભાવનાથી એમને આ પ્રકારે કહ્યું. ભાઈ! આવા પ્રકારના દુર્ગાનથી, ખાટા અધ્યવસાયથી, આપની રક્ષા કરો ! રક્ષા કરે ! એ ભેગ કે જેની ચાહ નામાં તમે તમારા ક્તવ્યપથને ભૂલી જઈ દુઃખી બનવામાં આગળ વધી રહયા છે તે સર્વથા નિઃસાર છે, પરિણામમાં ભયંકર છે, કિપાકફળની માફક બહારથી જ રળિયામણું છે તથા આ અનંતસંસારમાં પરિભ્રમણનું મૂળ કારણ છે. આથી ભૂલેચુકે પણ એવું નિયાણું ન કરશે. આ પ્રકારનાં નિયાણાથી તમે કરી રહેલા અતિ ઘોર એવું અનુષ્ઠાન પણ તમને એવું ફળદાયક નહીં બની શકે. એનાથી તે અત્યંત દુઃખાગ્નિની ભેટ જ મળવાની છે. આ રીતે ચિત્તમુનિરાજે સંભૂતમુનિને ખૂબ સમજાવ્યા છતાં પણ તેઓ એ રાહથી પાછા ન હટયા. સંભૂતમુનિએ વિચાર કર્યો કે, “જે તપસ્યાનું કાંઈ ફળ હોય તો હું એના પ્રભાવથી હવેના ભાવમાં ચક્રવતી બનું” આ પ્રકારનું નિકાચિત નિયાણું કરીને તે સંભૂતમુનિ સમય જતાં કાળધર્મ પામ્યા. મરીને સૌધર્મ સ્વર્ગમાં દેવ થયા. ચિત્તમુનિરાજ પણ મરીને ત્યાં દેવ થયા. સ્વર્ગમાંથી - વીને ચિત્તમુનિરાજને જીવ પુરિમતાલપુરમાં ધનસારનામના ઈભ્ય શેઠને ત્યાં ગુણસાગર નામે પુત્રરૂપે જન્મ્યા. જ્યારે સંભૂતમુનિને જીવ કમ્પિત્યપુરમાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૫૫