________________
તે અવસ્થામાં ઘડપણનાં દુઃખોથી બચાવવાવાળું કેઈ હશે નહીં. માટે હે શિષ્ય! એ પ્રમાણે સમજીને તમારે ધર્મ કરણ કરવામાં જરાપણુ પ્રમાદિ બનવું ન જોઈએ.
ઘડપણના આરે પહેચેલા જીવને કેઈ બચાવી શકતું નથી આ વિષય ઉપર અટ્ટનમલલનું દષ્ટાંત આપવામાં આવે છે.
જરાગ્રસ્તકો શરણ કે અભાવ વિષયમેં અટ્ટનમલ્લકા દ્રષ્ટાંત
ઉજજઇનિ નગરીમાં જીતશત્રુ રાજાના દરબારમાં અટ્ટનનામે એક મલ્લકુસ્તીબાજ હતો. આજુબાજુના એકપણ રાજ્યમાં એવી કઈ પણ વ્યક્તિ ન હતી કે જે તેને શિકસ્ત–પરાજય આપી શકે. દરેક રાજ્યમાં એ અજેય માનવામાં આવતું હતું. સમુદ્રના કિનારા ઉપર સોપારક નામનું એક નગર હતું. ત્યાંના રાજાનું નામ સિંહગિરિ હતું. તેને મલ્લયુદ્ધ જેવાને ઘણે ભારે શોખ હતો. તે મલેની કુસ્તી ને ગોઠવતે અને મલ્લયુદ્ધમાં જે જીતી જાય તેને તે સારું ઈનામ આપતા હતા. અટ્ટન પહેલવાન દરવર્ષે તેના રાજ્યમાં થતા મલ્લયુદ્ધમાં ભાગ લેવા જતો અને ત્યાંના અન્ય મઘ્રોને હરાવી પિતાને વિજય દેવજ ફરકાવતે. દર વખતે આ પ્રમાણે બનતું જોઈને સિંહગિરિ રાજાને વિચાર થયો કે, આ પહેલવાન કોઈ અન્ય રાજ્યમાંથી અહિં આવીને મારા દેશના મલ્લોને યુદ્ધમાં જીતીને તેમને હરાવી વિજય દેવજ આંચકી લે છે, તેથી તે મારી, મારા રાજ્યની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે તથા બદનામી પણ થાય છે. માટે એને શિકસ્ત આપે-હરાવે તેવા તેનાથી પણ બલવાન મલ્લની મારે શોધ કરવી જોઈએ. આ પ્રકારને વિચાર કરીને તે રાજા બીજ શક્તિશાળી મલ્લની શોધ કરવા સમુદ્ર તટ ઉપર આવ્યો. ત્યાં તેણે અત્યંત બલિષ્ઠ અને સ્મૃતિવાલા એક માછીમારને છે. તેને જોઈને રાજાએ એના બળ અને સ્કુતિને અંદાજ કાઢી પોતાની પાસે રાખી લીધો અને તેને સારી રીતે રૂટ પુષ્ટ કરવા લાગે, મલ્લયુદ્ધનું શિક્ષણ પણ તેને અપાવ્યું. આથી તે મહામલ્લ બની ગયા. રાજાએ તેનું નામ માસ્પિકમલ્લ રાખ્યું.
એક વખત અટ્ટનમલ્લ સોપારક આવ્યા. રાજાએ તેને માસ્પિકમલ સાથે મલયુદ્ધ કરવા આહાન આપ્યું. મલયુદ્ધ થયું. માસ્પિકમલે અટ્ટનમલ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨