SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સહોદરને સંબંધ આપે કહ્યો તે કઈ રીતે ? નમિની વાત સાંભળીને સાધ્વી. જીએ કહ્યું-વત્સ! જે તમે યૌવન અને એશ્વર્યનું અભિમાન છોડી મારી વાત લક્ષપૂર્વક સાંભળશે તે તમે મારી તે વાત સમજી શકશે. નમિએ એ પ્રમાણે કર્યું. સાધ્વીજીએ નમિનું આ ભવનું પૂર્વવૃત્તાંત આ પ્રકારે તેને સમજાવ્યું વત્સ! સુદર્શનપુરના સ્વામી યુગબાહુ તમારા અને ચંદ્રશના પિતા છે, જન્મદાતા છે, અને હું મદનરેખા તમે બનેની માતા છું. પદ્મરથ તમારા પાલન કર્તા હોવાથી પિતા છે, વાસ્તવિક જન્મદાતા રૂપથી પિતા નથી. તમે તમારા મોટાભાઈથી વિરોધ ન કરે, તમારું હિત કયાં છે એ સમજવાની ચેષ્ટા કરે. મદનરેખા સાધ્વીજીના મોઢેથી પિતાને વૃત્તાંત સત્યરૂપથી જાણીને નમિને ખૂબ હર્ષ થયે. મદરેખાને પોતાની માતા જાણીને નમિરાજાએ ભક્તિભાવથી તેમને નમસ્કાર કર્યા. નમિ ૨ ચન્દ્રયશ કા મિલન આ પછી નમિએ કહ્યું–હે માતા! તમે એ જે કહ્યું છે તેને હું સત્ય માનું છું. ચંદ્રયશ મારા મોટાભાઈ છે, એમાં હવે મને સંદેહ નથી પરંતુ લેકે આ વાતને કેમ જાણી શકશે. આથી જે મોટાભાઈ નાનાભાઈની સામે વાત્સલ્યભાવથી આવે તે હું ઉચિત વિનય બતાવવામાં શેભી શકું. આ પ્રકારે નમિનાં વચન સાંભળીને મદનરેખા સાધ્વી ત્યાંથી ચાલીને ચંદ્રયશના પડાવમાં પહોંચ્યાં. અકસ્માત આવેલાં સાધ્વીને પોતાનાં માતા જાણુને ચંદ્રયશે હર્ષિત બનીને પ્રણામ કર્યા. આ પછી ગદગદુ કઠે તેણે કહ્યું–માતા ! આ મહા કઠીન વ્રતને આપે શા માટે અંગિકાર કર્યું ? ચંદ્રયશની જીજ્ઞાસાને શાંત કરવા માટે મદન રેખાએ પહેલેથી માંડીને તે છેવટ નમિરાજાને મળવા સુધીને પિતાને સઘળે વૃત્તાંત તેને કહી સંભળાવ્યો. “મિરાજા મારો નાને ભાઈ છે ” એમ ચંદ્રયશને જ્યારે માલુમ પડયું એજ સમયે એના હૃદયમાં વાત્સલ્ય ઉભરાઈ આવ્યું, યુદ્ધ કરવાની જવાળા શાંન્ત થઈ ગઈ અને પિતાના નાનાભાઈને મળવા માટે તે સામે પગલે ચાલી નીકળે, નમિરાજાએ પિતાના મોટાભાઈ ચંદ્રયશને સામેથી આવતા જોયા એજ વખતે તે સિંહાસન ઉપરથી ઉતરી સામે આવી તેના ચરણોમાં પિતાનું મસ્તક નમાવી દીધું. ચંદ્રશે પણ પોતાના બંને હાથથી ઘણું જ ઉમળકા સાથે પ્રેમથી તેને ઉભો કરીને પિતાની છાતી સરસો ચાંપો અને ભારે ઉત્સવની સાથે તેમને પિતાના નગરમાં પ્રવેશ કરાવ્યું. બન્ને ભાઈઓને પરસ્પર મેળાપથી પિતાના જન્મને સફળ માનીને ચંદ્રશે સુદર્શનપુરનું પિતાનું રાજ્ય નાનાભાઈ નમિને આપીને પિતે દીક્ષા ધારણ કરી લીધી. તપ તથા સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા કરતા વિચરવા લાગ્યા. નમિરાજા આ બન્ને રાજ્યનું સંચાલન ખૂબ જ કુશળતાથી ન્યાય નીતિ અનુસાર કરવા લાગે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૧૪ ૭
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy