________________
નિર્ધારિત બની જાય છે. સૂત્ર આણું–લઘુ હોય છે. તથા અર્થ સૂત્રની અપેક્ષાથી મહાન હોય છે, એક એક સૂત્રના અનંત અર્થ થાય છે. સૂત્રને અણુએ અભિપ્રાયથી કહેવામાં આવેલ છે કે, એક તે તે અર્થના પશ્ચાદ્ભાવિ છે, (પાછળ થનારૂ) અને બીજું તે લઘુ હોય છે, એ અણુ સૂત્રની સાથે અર્થને જે વેગ છે–સંબંધ છે તેનું નામ અનુગ છે.
પ્રશ્ન-પહેલે અર્થ થાય છે અને એ પછી સૂત્ર થાય છે, તે કહેવું અયુકત છે. કારણ કે સૂત્ર વગર અર્થ થઈ શકે નહીં. આ માટે સમજવું જોઈએ કે પહેલાં સૂત્ર હોય છે અને પછી અર્થ થાય છે. સૂત્ર આધાર છે અને અર્થ આધેય છે. સૂત્રમાં અર્થ રહે છે અર્થમાં સૂત્ર નહીં. આધારના હેવાથી જ આધેય રહી શકે છે તેના વગર નહીં. બીજું અર્થની અપેક્ષા જે સત્રને અણું કહેવામાં આવેલ છે તે પણ ઠીક નથી. કારણ કે, જોવામાં આવે છે કે, એક જ પેટીમાં ઘણાં વસ્ત્ર રાખવામાં આવે છે આથી તે પેટીમાં બાદરતા આવે છે, વસ્ત્રોમાં નહીં, કેમ કે પેટીના આધારથી જ ઘણાં વરો તેમાં સમાઈ શકે, એવી રીતે સ્થાનીય સૂત્રમાં પણ ઘણું અર્થ પદ રહ્યા કરે છે માટે જ સૂત્રને બાદર હોવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, અર્થને નહી. તેમ અર્થમાં મહત્તા પણ એકાન્તથી સ્થાપિત થતી નથી, જ્ઞાતા સૂત્રના પ્રથમ ઉક્ષિપ્તજ્ઞાત નામના અધ્યયનમાં ભગવાને ફરમાવ્યું છે કે, અનુકમ્મા કરવી જોઈએ. આ પ્રકારને અર્થ ઘણા સૂત્રોથી વર્ણવવામાં આવેલ છે તથા “ શે સુરમા જ્ઞાતે” અર્થાત આ જ્ઞાતા સૂત્રના અઢારમા “સંસમાદારિકા” નામના અધ્યયનમાં વર્ણ, રૂપ, બળ વગેરેની વૃદ્ધિ નિમિત્તે મુનિએ આહાર ન કરવું જોઈએ આ અર્થ ઘણું સૂત્રોમાં વર્ણવવામાં આવેલ છે. આ માટે અર્થ મહાન નથી પણ સૂત્ર જ મહાન છે આ વાત જ્ઞાત થાય છે.
ઉત્તર-પહેલાં સૂત્ર હોય છે પછી અર્થ આ કહેવું યુક્તિ યુક્ત નથી, કારણ કે અર્થના વિના નિશ્રા રહિત સૂત્ર થઈ જ શકતું નથી. કદાચ તે હોય છે, તે “નવપૂTT રાહિમા" આદિ વાકયની માફક નિરર્થક અને સંબંધ વગરનું હોય લૌકિક શાસ્ત્રના જાણવાવાળા પણ પ્રથમ અર્થને જોઈને સૂત્રની રચના કર્યા કરે છે. કેમ કે અર્થના વગર સૂત્રની ઉત્પત્તિ થતી નથી. કહ્યું પણ છે કે –
अत्थं भासइ अरिहा, तमेव सुत्तीकरेंति गणधारी।
अत्थं विणा च सुत्तं, अणिस्सियं केरिसं होइ ॥ १ ॥ अत्थं भासइ अरिहा, सुत्तं गुफंति गणहरा निउणा।
समणस्स हियहाए, ततो सुत्तं पवत्तई ॥२॥ તીર્થકર ભગવાન પહેલા અર્થની પ્રરૂપણ કરે છે, અને એજ અર્થને ગણધર ભગવાન સૂત્રના રૂપમાં મૂકે છે. અથેના વગર સૂત્ર નિશ્રારહિત બનીને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૪૩