________________
નથી, તેમની પાસે રહેતો નથી, પાસે રહેવાનું તે એટલા માટે નથી ચાહત કે તે પ્રત્યેનીક-અર્થાત ગુરૂષી–ગુરૂનાં છીદ્રો જોવામાં તત્પર છે. ગુરૂદ્વેષી તે એ માટે છે કે તે હિતાહિતના વિચારોથી રહિત છે.
અવિનીત શિષ્ય કે હોય છે આ વાતને સુદ્રબુદ્ધિ શિષ્યના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે – - ભદ્રબુદ્ધિ નામના એક આચાર્ય હતા. તેમને ક્ષુદ્રબુદ્ધિ નામનો એક શિષ્ય હતો જે અવિનીત હતું, તેનામાં નામ પ્રમાણે ગુણ હતા. ગુરૂ મહારાજ જ્યારે તેને શિક્ષા આપવા બેસતા ત્યારે તેનું મન ઉદાસ થઈ જતું. શિક્ષા જેને અગ્નિની જવાળા જેવી લાગતી હતી. વ્રત તેને ઝહેર જેવાં કડવાં લાગતાં, તપસ્યાને તે તરવારની ધાર સમાન ગણતો, સ્વાધ્યાયને તે કાનને વિંધનારા સોયા માફક જાણતો હતે. વધુ શું કહેવામાં આવે. સંયમને તો તે યમની માફક જ જેતે, આહારમાં, વિહારમાં, ને વહેવારમાં એ ગુરૂમહારાજને સદા દુઃખીત જ કર્યા કરતા, આહારના સમયે સરસ સ્વાદવાળા એટલે રૂચીકારક આહાર તે પિતે પહેલાં ખાઈ લેતો અને જે રૂક્ષ, વિરસ એ અન્તપ્રાન્ત આહાર હોય તે ગુરૂ મહારાજને આપતો. જ્યારે તેની ગુરૂમહારાજને આહાર દેવાની ઈચ્છા ન થતી ત્યારે શ્રાવક અને શ્રાવિકાઓની સમક્ષ કહેવા લાગતો કે આજ તે મારા ગુરૂમહારાજે ઉપવાસ કરેલ છે. આ પ્રકારે તે ગુરૂ મહારાજને ભૂખ્યા રાખીને પોતે ખૂબ ખાવાપીવાની મેજમજાહ ઉડાવત રહેતે, બીચારા ગુરૂજી સુધાને શાન્ત ભાવથી સહન કરીને સમભાવમાં સમયને વ્યતીત કરતા. કઈ કઈ વખત કહેતો કે આજે અમારા ગુરૂ મહારાજે છઠ્ઠ કરેલ છે. આજે અઠ્ઠમ કરેલી છે. આવી રીતે ગુરૂને અત્યંત કષ્ટ પહોંચાડતો. ગુરૂ પણ સમતાભાવથી સુધાની વેદના તેને અવિનીત સમજી સહન કરવા લાગ્યા. પરંતુ આખરે ઔદારિક શરીર તો છે જ તે આહાર વિના કયાં સુધી ટકી શકે? અંતમાં તો શરીર વિવર્ણ પ્લાન, કૃશ-કમજોર, અને શક્તિ વગરનું બની ગયું. ગુરૂ વૃદ્ધ હતા એથી વિહારમાં ચાલતી વખતે તેમને ઘણું કષ્ટ થવા લાગ્યું પરંતુ શું થઈ શકે ? શિષ્યની પ્રેરણાથી તેમણે ઈચ્છા ન હોવા છતાં પણ વિહાર કરવો પડતો. શિષ્ય સાધુસામાચારીથી વિપરીત ચાલવામાં પણ લજાતો નહતો. ગુરૂ મહારાજ જ્યારે કોઈ દાનાદિક વિષયને લઈને તેના ઉપર પ્રવચન પરિષદમાં કરતા ત્યારે તે શિષ્ય તેમના પ્રવચનને અન્યથારૂપમાં જાહેર કરવા માટે અથવા એ વિષયમાં તેમની અનભિજ્ઞતા બતાવવા માટે વચમાં જ બોલી ઉઠતે અને કહેતો કે આ આમ નથી પણ આમ છે, ગુરૂજી વૃદ્ધ હોવાથી ભૂલી ગયા છે. જ્યારે તેને બોલવાનું મન થતું ત્યારે તે લોકોને કહેતો કે આજે ગુરૂજીને માનવ્રત છે. તે વ્યાખ્યાન આપશે નહીં, હું જ ભાષણ કરીશ. આ રીતે કહીને ભાષણ કરવા લાગતો. સુદ્રબુદ્ધિનું આવું સ્વછંદ આચરણ જેઈને ગુરૂ મહારાજ પિતાના કર્મોનું ફળ હોવાનું પિતે વિચારતા અને મનમાં જ કહેતા કે જુઓ તે ખરા આની કેટલી બધી અજ્ઞાનતા છે કે જે વિના નિમિત્ત કોધ કર્યા કરે છે, ચાહે તેનાથી ઝગડે છે, સમજાવવા છતાં પણ માનતો નથી, અભિમાનનું પુતળું બની ગયું છે. મર્મવેધક મૃષા વચન બોલવામાં તેને સંકેચ થતું નથી, હવે એને ઈલાજ શું થઈ શકે, કેઈ ઉપાય નથી. અનુપાય વસ્તુમાં સહનશીલતા ધારણ કરવી તે જ ઉચિત છે. એવા પ્રકારના વિચારથી ગુરૂમહારાજ શાન્ત બનીને તેનાથી અપાતા કષ્ટોને સહ્યા કરતા. એક સમયની વાત છે જ્યારે ગુરૂ મહારાજ ભુખથી પીડિત બનીને આહાર લાવવાને શુદ્રબુદ્ધિને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૨