________________
હવે જીનકીની મર્યાદા કહેવામાં આવે છે–
આ મર્યાદાથી જનકલ્પને સ્વીકાર કરી તે સાધુ જે ગામમાં માસ કલ્પ કરે છે ત્યાં છ ભાગોની કલ્પના કરે છે. જે ભાગમાં એક દિવસમાં ભિક્ષાચર્યા કરી લેવામાં આવી હોય ત્યાં તે ફરી સાતમા દિવસે જ ભિક્ષાચર્યા કરે છે. ભિક્ષાચર્યા કરવી અથવા એક ગામથી બીજા ગામે જવું એ ત્રીજા પૌરૂષીમાં જ કરે છે ત્યા થી પરૂષી આવે ત્યા તે શેકાઈ જાય છે આગળ વધતા નથી. પૂક્તિ બે એષણાના અભિગ્રહથી (અલેપકૃત) જેને લેપ ન લાગે એવા ભક્ત પાનને ગ્રહણ કરે છે. એષણાદિ વિષય વગર કેઈની સાથે વાતચિત કરતા નથી, એક વસ્તીમાં જે કે, વધુમાં વધુ સાત જનકલ્પી સાધુ રહી શકે છે તે પણ તેઓ પરસ્પર સંભાષણ કરતા નથી. જે પણ ઉપસર્ગ અને પરીષહ આવી પડે તેને તેઓ સહન કરે છે. રોગમાં કઈ પણ પ્રકારની ચિકિત્સા તેઓ કરાવતા નથી પણ જેમ બને તેમ તે રેગને સહન કરે છે. જ્યાં મનુષ્યનું આવાગમન હેતુ નથી એવા ઉજજડ સ્થાનમાં જ તેઓ શૌચાદિક કર્મ મટે જાય છે. અવરજવરના સ્થાને નહીં. પરિકમ રહિત–ઘઠારી મઠારી વગરની–વસ્તીમાં રહે છે. જ્યારે બેસે છે તે નિયમથી ઉત્કટુક (ઉભળક પગે બેસવું) આસનથી બેસે છે, નિષદ્યાથી નહીં. કેમકે, ઔપગ્રહિક ઉપકરણ આસન આદિને તેની પાસે અભાવ છે. મત્ત માતંગ, સિંહ, અને વાઘ આદિ તેને માર્ગમાં ચાલતાં સામા મળે તે પણ તે તે માર્ગથી ચલીને પિતાની ઈર્યાસમિતિને ખંડિત કરતા નથી.
એ જનકલ્પી સાધુ અપવાદ માર્ગે જતા નથી, તેમનું જ ધાબળ જે ક્ષિણ પણ થઈ જાય અને એ કારણે તે પોતાની જગ્યાએથી વિહાર ન પણ કરે તે પણ આરાધક જ માનવામાં આવે છે. તે કેશને લોંચ કરે છે દશ પ્રકારની સમાચારીમાંથી પાંચ પ્રકારની સમાચારી જીનકલ્પીયની છે. તે આ પ્રકારે છે. ૧ આપ૭ના, ૨ મિથ્યાકાર, ૩ આવશ્યકી, ૪ નધિકી ૫ ગૃહસ્થપસં૫૬ ગૃહસ્થની આજ્ઞા લઈને ઉતરવું, બેસવું અથવા આવશ્યકી, નૈવિકી, ગૃહસ્થપસંપત, આ ત્રણ પ્રકારની સમાચારી તે જનકપીઓને હોય છે. તેમનું શ્રુતજ્ઞાન જઘન્યની અપેક્ષા નવમા પૂર્વના ત્રીજા આચાર વસ્તુતક, ઉત્કૃષ્ટની અપેક્ષા ભિન્ન દશપૂર્વ સુધી જ સીમિત રહ્યા કરે છે, સંપૂર્ણ નહીં. તેનું શારીરિક સંહનન વા વૃષભ નારીચ નામનું છે. અને માનસિક સંહનન વજ કુમ્ભવાની ભીંત જેવું બૈર્ય છે. અર્થાત્ તેનું ધર્ય વજીભીંત સમાન અભેદ્ય હોય છે. તે તેનું માનસિક બળ છે.
ક્ષેત્ર આદિની અપેક્ષા એમની સ્થિતિ અનેક પ્રકારની છે, એમને ૧૫ કર્મભૂમીમાંજ જન્મ થાય છે. આ અપેક્ષા ૧૫ કર્મભૂમીમાં તેની સ્થિતિ જન્મ અને સદૂભાવની અપેક્ષા માનવામાં આવે છે. સંહરણની અપેક્ષા કદાચિત કર્મ ભૂમિમાં, કદાચિત અકર્મભૂમિમાં પણ એની સ્થિતિ હોઈ શકે છે. આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૨૦