________________
યા, ઇત્યાદિ યા પાલનને અભિલાષી પૂછે છે કે હે ગુરૂ મહારાજ ! એ આઠ સૂક્ષ્મ કયા કયા છે! ત્યારે ધર્મોપદેશ આપવામાં કુશળ એવા સ્થિર પ્રજ્ઞાવાળા ગુરૂમહારાજ આગળ કહેવામાં આવનારાં આઠ સૂક્ષ્મ ખતાવે છે.
મન પદથી પ્રાણીઓનીયતનામાં તત્પરતા સૂચિત કરી છે મેદાવી શબ્દથી એમ પ્રકટ થાય છે કે-જેનામાં ધારણા શકિત હાય છે તે જ પૂર્વાપર વિરાધ રહિત વ્યાખાન કરી શકે છે. વિયવને શબ્દથી એમ પ્રકટ થાય છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવના જ્ઞાતા હૈાય છે તેના વ્યાખ્યાનથી શ્રોતાએને લાભ થઇ શકે છે. (૧૪)
હવે આઠ સૂક્ષ્મમાનાં નામ ગણાવે છેઃ-વિને' ઇત્યાદિ.
(૧) સ્નેહ સૂક્ષ્મ એસ (ઝાકળ), હિમ, ધૂમસ આદિને સ્નેહ સૂક્ષ્મ કહે છે. અને વિભેદ શબ્દથી સ્નેહકાય પણ ગણવામાં આવે છે.
(૨) પુષ્પસૂક્ષ્મ—ઉંખરા આદિનાં ફૂલાને પુષ્પસૂક્ષ્મ કહે છે.
(૩) પ્રાણીસૂક્ષ્મ——કથવા આદિ પ્રાણી જે સૂક્ષ્મ હાવાને કારણે ચાલતી વખતેજ જોવામાં આવે છે, સ્થિર હોય ત્યારે જોવામાં આવતા નથી, તેમને પ્રાણીસૂક્ષ્મ કહે છે.
(૪) ઉત્તિગ સૂક્ષ્મ~સૂક્ષ્મ ક્રીટીએ આદિને સમૂહ, કીડીનગર આદિ. તે એવા ખારીક અવયવવાળી હાય છે કે એક જગ્યાએ અનેક મળી હાય તે પણુ પૃથિવી સ્માદિના જેવાં તેનાં રંગ રૂપ હાવાથી ‘આ જીવ છે' એમ જલ્દી જોઈ શકાતું નથી.
(૫) પનક સૂક્ષ્મ પાંચવણની લીલફૂલને કહે છે, જે વર્ષાકાળમાં લાકડા
આફ્રિ ઉપર જામે છે.
(૬) ખીજ સૂક્ષ્મ-ધાન્યને કહે છે, જેમાંથી અંકુર નીકળી શકે છે.
(૭) રિત સૂક્ષ્મ-નવી ઉગતી વનસ્પતિ જે ભૂમિ જેવા વર્ણની હાવાથી મુશ્કેલીથી જોઇ શકાય છે.
(૮) અંડ સૂક્ષ્મ—ક્રીડી, ગરાળી, ગિરગટ આદિનાં ઈંડાંને કહે છે એ બધાં સૂક્ષ્માને જાણે!, એવા સંબંધ ઉપરથી જોડી લેવે. (૧૫)
પ્રમેય ઇત્યાદિ. પૂર્વોક્ત આઠ સૂક્ષ્માને સમ્યક્ પ્રકારે જાણીને સાધુ
ર
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨
૩૨