________________
પડે છે, તે તેમની વિરાધના જરૂર થાય છે. જેમ સૂર્યના પ્રકાશમાં જીવ સહેજે જોવામાં આવે છે, તેમ ચંદ્રમાના પ્રકાશમાં આંખે ખેડી રાખવાથી પશુ જોવામાં આવતા નથી (૨૪)
રાત્રે ભોજન કરવાના નિષેધ કહીને હવે રાત્રિમાં અન્નપાનાદિ ગ્રહણ કરવાના દોષા કહે છે: ઉપડ્યું. ઇત્યાદિ
છાંટેલાં જળથી યા વરસાદના પાણીથી યુક્ત, ડાંગર આદિનાં ખીજ તથા બીજી લીલાતરીથી યુક્ત, પૃથ્વીપર અનેક પ્રાણીએ હાય છે. અથવા ચિત્ત જળથી તથા ખીજથી મિશ્રિત અન્નાદિ હાય છે અને પૃથ્વીનાં આશ્રિત પ્રાણીઓ રહે છે. દિવસમાં પાણી આદિથી યુક્ત આહારના તથા પ્રાણીઓની વિરાધનાનો ત્યાગ કરી શકાય છે, પરંતુ રાત્રિમાં કરી શકાતા નથી, તેથી સાધુ રાત્રે ભિક્ષાને માટે કેવી રીતે જઇ શકે? અર્થાત્ નજ જઇ શકે. (૨૫)
હવે ઉપસંહાર કરે છે;
ય. ઇત્યાદિ—
પહેલાં કહેવામાં આવ્યું છે તેમ પ્રાણીઓના ઉપમ નથી તથા માં માં સાપ વીંછી કરડવાથી અથવા આહારની સાથે કીડી આદિનું ભક્ષણ થઈ જવાથી સયમ તથા આત્માની વિરાધના થાય છે. ભગવાન્ મહાવીર સ્વામીએ પ્રતિપાદિત કરેલા એ દોષા જાણીને અર્થાત્ ભગવાને રાત્રિભાજનમાં મહાદોષ કહેલે છે એવા વિચાર કરીને સાધુએ અશનાદિ સ પ્રકારના આહારના રાત્રિમાં ત્યાગ કરે છે— રાત્રિભોજન કરતા નથી અથવા જ્ઞાતપુત્ર મહાવીરે એ દોષોને જાણીને રાત્રિભાજનને ત્યાગવા યોગ્ય કહ્યુ છે, તેથી સાધુએ રાત્રિભાજન કરતા નથી.
નાયપુત્તળ શબ્દથી એમ પ્રકટ થાય છે કે રાત્રિભજનને ત્યાગ સ્વયં તીર્થંકર ભગવાને કર્યાં છે તેથી એ સર્વથા નિ:સદેહ ત્યાજ્ય છે,
સાર શબ્દથી એમ પ્રદર્શિત કર્યુ છે કે ઔષધરૂપે પણ અન્નપાનાદિના અશ માત્ર પણ રાત્રિમાં સાધુ ભોગવે નહિ. (૨૬)
છએ વ્રતોનું કથન કર્યા પછી છ કાયાના વ્યાખ્યાનમાં પહેલાં પૃથ્વીકાયરૂપ સાતમું સ્થાન કહે છે– પુઢવીરાë, ઇત્યાદિ.
સચમની રક્ષા કરવામાં સાવધાન સાધુ મન વચન કાયાથી તથા કૃતકારિત અનુમોદનાથી પૃથ્વીકાયની વિરાધના કરતા નથી (૨૭)
પૃથ્વીકાયની હિંસાના દોષો બતાવે છે – પુત્રીજાય. ઇત્યાદિ.
G
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨
८