________________
એવી જઈ છે કે આજ ધર્મનું સ્થાન છે. તેથી અહિંસાને પહેલા સ્થાનમાં
નિકા વિશેષણથી અહિંસાની મુખ્યતા પ્રથમ સ્થાનની ગ્યતા પ્રકટ કરી છે. સામૈયું સંગમો વિશેષણથી એમ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રાણી કયા ઉપાયથી સંકટમાંથી છૂટે, એવી ઇરછા અને એ ઈરછાના ફળસ્વરૂપ પ્રાણુઓનું કષ્ટ દૂર કરવું એ અહિંસાની અંદર સમાવિષ્ટ થાય છે. (૯)
જાવંતિ-ઇત્યાદિ. ચૌદ રાજુ પ્રમાણ લેકમાં જેટલાં ત્રસ અથવા સ્થાવર પ્રાણુઓ છે, એ સર્વને જાણતાં, રાગદ્વેષાદિને વશ થઈને યા વિના જાયે પ્રમાદને વશ થઈને સ્વયં ન હણે, બીજા દ્વારા ન હણાવે અને હણનારાની ન અનુમોદના કરે. (૧૦)
સર નીવા-ઈત્યાદિ. બધા જ જીવિત રહેવાની અભિલાષા રાખે છે, કોઈ જીવ મરવા ઈચ્છતો નથી, તેથી એનું વ્યપરંપણ (હિંસા) કરવું એ ઘર છે અર્થાત નરકાદિકનું દુ:ખ આપનાર હેઈને ભયંકર છે. તેથી જે નિર્ગથ સાધુ તેનો ત્યાગ કરે છે, તે સર્વ-પ્રાણાતિપાતથી વિરત થાય છે. નિયા શબ્દથી એમ સૂચિત કર્યું છે કે પરિગ્રહથી રહિત હોય તે જ અહિંસાનું સર્વથા પાલન કરી શકે છે. (૧૧)
હવે બીજું સ્થાન બતાવે છે : Morદા-ઈત્યાદિ. બિમાર ન હોવા છતાં પણ “હું બિમાર છું ઇત્યાદિ પિતાને નિમિત્તે અસત્ય ભાષણ ન કરે. અવસગ્ન પાશ્વસ્થ આદિ સાધુનું સન્માન કરવાને માટે “ આ ક્રિયાપાત્ર છે” એવું, અથવા કઈ દુશ્ચરિત્રને સચ્ચરિત્ર કહે આદિ પરને નિમિત્ત અસત્ય ભાષણ ન કરે. ‘ નીચ છે ઈત્યાદિ કોધવશ અસત્ય ન બોલે. ઉપવક્ષણથી “હું તપસ્વી છું” એ પ્રકારે માનકષાયથી અસત્ય વચન ન કહે ગોચરી આદિ માટે જવાનું સામર્થ્ય હોવા છતાં પણ “મારામાં ચાલવાનું સામર્થ્ય નથી” એ પ્રમાણે મૃષા ભાષાને પ્રયોગ ન કરે. અન્ત પ્રાંત આહાસ્ને અશુદ્ધ બતાવ આદિ પ્રકારે
ભથી અસત્ય ઉચ્ચારણ ન કરે. પાપકર્મ કરવા છતાં પણ પ્રાયશ્ચિત્તના ભયથી અસત્ય ભાષણ ન કરે. તથા પરને પીડા ઉપજાવનારી ભાષા ન બેલે આ સર્વ પ્રકારનું અસત્ય બીજ પાસે ન બેલાવે તથા અસત્ય બોલનારને ભલે ન જાણે અર્થાત્ એની અનુમોદના ન કરે. (૧૨)
મુણાવાવ- ઈત્યાદિ– મોક્ષ પ્રાપ્ત કરાવનારા યેગની સાધના કરાવનારા અથવા સમ્યગ જ્ઞાન સમ્યગ દર્શન અને સમ્યક્ ચારિત્ર દ્વારા મોક્ષમાર્ગના સાધક અથવા મોક્ષમાર્ગમાં ગમન કરનારા, ભવ્ય પ્રાણુઓના સહાયકને સાધુ કહે છે. તથા સર્વજ્ઞા
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨