________________
નવમ અધ્યયનકી અવતરણિકા ઔર ભગવાને સમવરળકા વર્ણન
અધ્યયન નવમું આઠમા અધ્યયનમાં પર્યુષણકપનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રત્યેક મુનિએ ગ્ય રીતે પર્યુષણાની આરાધના કરવી જોઈએ. જે એ રીતે આચરણ નથી કરતા તે મહામહનીયકર્મનું ઉપાર્જન કરે છે. આ અધ્યયનમાં જે જે કારણોથી મહામહનીય કર્મનું બંધન થાય છે તેનું વર્ણન કરવામાં આવે છે. તે કારણોનાં સ્વરૂપને જાણું લઈને તેમનાથી હંમેશાં અલગ રહેવાને પ્રયત્ન કરવું જોઈએ. જે આત્માને સત્ અસત્ એવા વિવેકથી રહિત રાખે છે તેને મેહનીય કહેવાય છે. અથવા મેહને યેગ્ય મદ્યની પેઠે જે છે તે મેહનીય કહેવાય છે. જે પ્રકારે માદક દ્રવ્યના સેવનથી આત્મા ઘણું કરીને પિતાના વિવેક તથા ચેતનાને ગુમાવી બેસે છે તે પ્રકારે જ મેહનીય કર્મના પ્રભાવથી પણ આત્મા ધાર્મિક ક્રિયાઓથી રહિત થઈને સત્ અસના વિવેકથી વિકલ થઈ જાય છે. કહ્યું છે કે “બન્ને મહિલ” મધના જેવાં મેહનીય કર્મ છે. અથવા જેનાથી પ્રાણી મોહને પ્રાપ્ત કરે છે તે મેહનીય કર્મ કહેવાય છે. અનિત્ય ધન તથા સ્ત્રી આદિમાં નિત્યત્વ બુદ્ધિથી “આ મારૂં છે” એવા જ્ઞાનથી આવૃત થયેલી (ઢકાયેલી) બુદ્ધિરૂપ મેહનીય કર્મથીજ ધાર્મિકકિયારહિત આત્મા વિવેકશૂન્ય થઈને ચાર ગતિવાલા સંસારમાં પરિભ્રમણ કરે છે. આ મોહનીય કર્મની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ (૭૦) સિત્તેર કડાકડી સાગરોપમની છે. આ કર્મ બધાથી મુખ્ય છે, તેથી સર્વેએ તેનાથી દૂર રહેવા માટે પ્રયત્ન કરે જોઈએ. આ મેહનીય કર્મથી ભવ્યની રક્ષા કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર નવમા અધ્યયનનું નિરૂપણ કરે છે– તેf I ’ ઈત્યાદિ.
અવસર્પિણીકાલના ચોથા આરામાં ચંપા નામની એક નગરી હતી. આ નગરીનું વર્ણન “દ્ધિથમિકનિદ્રા” ઈત્યાદિ. ઔપપાતિકસૂત્રથી જાણી લેવું. ત્યાં પૂર્ણભદ્ર નામનું એક ઉદ્યાન હતું, એ ઉદ્યાનનુ વર્ણન પણ ઔપપાતિકસૂત્રથી જાણવું. ત્યાં કેણિક નામે રાજા રહેતો હતો તેને ધારિણી નામની રાણી હતી. શ્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પિતાના શિષ્યગણની સાથે પૂર્ણભદ્ર ઉદ્યાનમાં સમવસ્તૃત થયા-પધાર્યા નગરપરિષત્ શ્રી ભગવાનના મુખથી ધર્મકથા સાંભળવાની ઇચ્છાથી નગરીમાંથી નીકળીને ભગવાનની પાસે આવી. ભગવાને ધર્મકથા કહી પરિષદુ ધર્મકથા સાંભળીને ભગવાનની પાસેથી પિતપતાને સ્થાને પાછી ગઈ. (સૂ૦ ૧)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર