________________
'
ચો ’ ઇત્યાદિ.
આ પ્રમાણે સ્થવિર ભગવન્તાએ અગીઆર ઉપાસકપ્રતિમાઓનું પ્રતિપાદન કર્યું· છે. હે જમ્મૂ ! જેવું મેં ભગવાનના મુખથી સાંભળ્યું છે તેવુંજ હું તને કહું છું (સ્૦૩૧) દશાશ્રુતસ્કંન્થ સૂત્રની મુનિહર્ષિણી ટીકાના ગુજરાતી અનુવાદમાં ઉપસતિમા નામનું છઠ્ઠું અધ્યયન સમાપ્ત થયું (૬)
સાતવાં અધ્યયનકી અવતરણિકા ઔર ભિક્ષુપ્રતિમાકા વર્ણન
અધ્યયન સાતમુ
છઠ્ઠા અધ્યયનમાં શ્રમણેાપાસકની અગીયાર પ્રતિમાઓનું નિરૂપણ કર્યું છે. જે લઘુકમી વ્યકિત સર્વ વિરતિરૂપ ચારિત્રને ધારણ કરવાની વાંચ્છા રાખે તેને ભિક્ષુપ્રતિમાનું અવશ્ય અવલમ્બન કરવું જોઇએ. આ સંબધથી આવેલ આ સાતમા અધ્યયનમાં ભિક્ષુપ્રતિમાનું વર્ણન કરે છે. ‘મુä મે' ઇત્યાદિ.
જોકે ભિક્ષુપ્રતિમા અનેક પ્રકારની છે, જેમકે:- (૧) સમાધિપ્રતિમા, (૨) વિવેકપ્રતિમા, (૩) ઉપધાનપ્રતિમા, (૪) પ્રતિસ’લીનતાપ્રતિમા, (૫) એકાકિવિહાર પ્રતિમા, (૬) યવમધ્યપ્રતિમા, (૭) ચન્દ્રપ્રતિમા, (૮) વામધ્યપ્રતિમા આદિ, તે પણ તે મધીને અન્તર્ભાવ શ્રપ્રતિમા અને ચારિત્રપ્રતિમામાં થઇ જાય છે.
ભિક્ષુઓએ પ્રતિમાના ભેદ અને ઉપભેદની સાથે પ્રતિમાએદ્વારાજ પેાતાનાં કાર્યની સિદ્ધિ કરવી જોઇએ. અર્થાત્ આ પ્રતિમાએદ્વારા જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનાં કર્માંને ખપાવીને પેાતાનાં અભીષ્ટ-નિર્વાણપદને લક્ષ્ય કરવું જોઇએ. આ વિષયને મનમાં રાખીને સાતમાં અધ્યયનના આરંભ કરે છે. ‘મુખ્ય મે’ ઇત્યાદિ.
..
હે આયુષ્મન્ ! મેં સાંભન્યુ છે તે ભગવાને આ પ્રમાણે પ્રતિપાદન કર્યું છે. આ જિનશાસનમાં સ્થવિર ભગવન્તોએ ખાર ભિક્ષુપ્રતિમાઓનું વર્ણન કર્યું છે. અહીં ‘મિક્ષુ’ શબ્દનો અર્થ થાય થાય છે કે- જે તપ અને સ ંયમમાં વ્યવસ્થિત થઈને કૃત કારિત અને અનુમેદિત રૂપથી શુદ્ધ ભિક્ષા દ્વારા પેાતાના જીવન નિર્વાહ કરે છે. તેને ભિક્ષુ કહેવાય છે, તેની પ્રતિમા તે ભિક્ષુપ્રતિમા છે. પ્રતિમા–પ્રતિજ્ઞા અર્થાત્અભિગ્રહવિશેષને પ્રતિમા કહે છે. (સ્ ૧)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૬૮