________________
षट्कायानुपमध निर्दयमृषीनाधाय यत्साधितं । शास्त्रेषु प्रतिषिध्यते यदसकृनिस्शताधायि तत् ।। गोमांसाापमं यदाहुरथ यद् भुक्त्वा यतिर्यात्यध
स्तत्को नाम जिघित्सतीह सघृणः संघादिभक्तं विदन् ॥१॥ મુનિના ઉદ્દેશથી ષટ્કયની હિંસા કરીને કે જે શાસ્ત્રોમાં અનેક સ્થાને નિષિદ્ધ બતાવેલ છે એવાં ગોમાંસ આદિય ભજનને જે કંઈ યતિ ખાય તે તેનું અધ:પતન થાય છે. એવા આધાકમી આહાર આદિ, ષકાયનો પ્રતિપાલક કે મુનિ ગ્રહણ કરે ? અર્થાત્ કેઈ નહિ. (૧)
તાત્પર્ય એ છે કે–સાધુના ભાવને મનમાં લાવી પૃથ્વી આદિ ષકાયના આરંભથી બનાવેલાં અશન આદિ ચાર પ્રકારના આધાકમી આહારનું ગ્રહણ કરવું એ મુનિને માટે શાસ્ત્રોમાં વારંવાર મના કરેલું છે. આ આહારને, તીર્થકર ભગવાનનું નામ લઈને સ્વમાન્ય પોતાના ગુરૂ જિનવલભ સુરિએ ગોમાસતુલ્ય બતાવ્યા છે. તે પણ તીર્થકર ભગવાનની આજ્ઞાની બહાર વર્તનાર દંડી આદિ સાધુ એવા પિતાને માટે બનાવેલાં અશુદ્ધ અશન આદિ, તથા વિહારમાં ગૃહસ્થીઓને સાથે રાખી–રાખીને પિતાના માટે બનાવેલાં અશન આદિ, તથા પાણીમાં રાખ નખાવી તે પાણીને ગ્રહણ કરીને ઘણી ખુશીની સાથે ભેગ કરતા મનમાં જરાપણ શરમાતા નથી. અહે! કેવી તેમની નિર્દયતા છે? (સૂ.૪)
“રવિ’ ઇત્યાદિ.
સેનાપતિ, પુરોહિત, શેઠ, પ્રધાન તથા સાર્થવાહ, એ પાંચની સાથે રાજ્યનું પાલન કરવાવાળા, તથા રાજ્યાભિષેક કરાયેલાને રાજા કહે છે. તેના માટે બનાવેલા ચાર પ્રકારના આહારને રાજપિંડ કહે છે. તે આહારને ગ્રહણ કરવાવાળા મુનિ શબલ દેષના ભાગી થાય છે. રાજાને માટે બનાવેલાં અશન આદિ અત્યન્ત બલિષ્ટ તથા વિકારજનક હોય છે. એ માટે સાધુઓએ તે ગ્રહણ ન કરવાં જોઈએ. એવા આહાર કરવાથી અલ્પ બળવાળા સાધુઓને વિચિકા (હૈ) આદિ રોગ થવાની સંભાવના છે. તથા બ્રહ્મચર્ય સમાધિને નાશ થાય છે. જે રાજા, શ્રમણોપાસક હોય અથવા સમ્યગદ્રષ્ટિ હોય તે પણ તેના માટે બનાવેલો આહાર ગ્રહણ ન કરવો જોઈએ. ઉપલક્ષથી રાજભવનમાંથી બહુમૂલ્ય વસ્ત્ર આદિ ગ્રહણ ન કરવાં જોઈએ. રાજાના પરિવાર માટે બનાવેલા આહાર તથા શાસ્ત્રમાં કહેલાં પ્રમાણયુક્ત મૂલ્યવાળાં વસ્ત્ર ગ્રહણ કરવામાં કઈ દેષ નથી. (૫)
* જય ' ઇત્યાદિ (૧) ક્રીયં મૂલ્ય દઈને લીધેલાં(૨) પામિર=ઉધાર લીધેલા (૩) ગરિઝનં= કેઈ નિર્બળના હાથમાંથી બળપૂર્વક ઝુંટાવી લીધેલા (૪) ‘ળમટ્ટી એક વસ્તુના અનેક માલિક હોવાથી બધાની સંમતિ વિના એક વ્યક્તિ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૭