________________
ચન્દ્રદેવકાપૂર્વભવ વર્ણન
અથ પુષ્પિતા નામક તૃતીય વર્ગ “ અરે” ઇત્યાદિ. જમ્મુ સ્વામી પુછે છે –
હે ભદન્ત! મોક્ષ ગયેલ એવા શ્રમણ ભગવાન મહાવીરે કલ્પવતંસિકા નામે દ્વિતીય વર્ગ સ્વરૂપ ઉપાંગમાં પૂર્વોત ભાવનું નિરૂપણ કર્યું છે. ત્યાર પછી તૃતીય વર્ગ સ્વરૂપ પુપિતા નામના ઉપાંગમાં ભગવાને કયા કયા ભાવ નિરૂપણ કર્યા છે?
શ્રી સુધર્મા સ્વામી કહે છે –
હે જબૂ! મોક્ષપ્રાપ્ત એવા શ્રમણ ભગવાન મહાવીરે તૃતીય વર્ગ સ્વરૂપ પુપિતા નામે ઉપાંગના દશ અધ્યયન નિરૂપણ કર્યા છે. તે આ પ્રકારે છે – (૧) ચન્દ્ર (૨) સૂર (૩) શુક્ર (૪) બહુપુત્રિક (૫) પૂર્ણ (૬) માનભદ્ર (૭) દત્ત (૮) શિવ (૯) વલેપક અને (૧૦) અનાદત એ દશ અધ્યયન છે.
જમ્મુ સ્વામી પુછે છે
હે ભરત! શ્રમણ ભગવાન મહાવીરે પુષ્મિતા નામે ઉપાંગમાં દશ અધ્યયનોનું જે નિરૂપણ કર્યું છે તે અધ્યયનેમાં પ્રથમ અધ્યયનના ભાવનું તેમણે કયા પ્રકારે વર્ણન કર્યું છે?
શ્રી નિરયાવલિકા સૂત્ર
૮૧