________________
વિશેષ છે કે તે મહાપદ્મ અનગાર ઇશાન દેવલાકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા.
હૈ જમ્મૂ ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ આ પ્રકારે ખીજા અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તે જેવું ભગવાન પાસેથી સાંભળ્યું છે તેવુંજ મે તને કહ્યું છે. (૨)
હૈ જમ્મૂ ! આ પ્રકારે બાકીનાં આઠ અધ્યયનાને જાણી લેવાં જોઈએ, કાલ આદિ દશ કુમારીના પુત્રાની માતાના નામ તે પુત્રાના જેવાં છે. તે બધાનાં ચારિત્રપોય અનુક્રમથી આ પ્રકારે છે:
કાલ સુકાલના પુત્ર પદ્મ મહાપદ્મ અનગારે પાંચ પાંચ વર્ષ દીક્ષાપર્યાય પાળી. મહાકાલ, કૃષ્ણ તથા સુકૃષ્ણના પુત્ર ભદ્ર, સુભદ્ર અને પદ્મભદ્રે ચાર ચાર વર્ષ, મહાકૃષ્ણ, વીરકૃષ્ણ, રામકૃષ્ણના પુત્ર પદ્મસેન, પદ્મગુલમ અને નલિનીગુલ્મ અનગારાએ ત્રણ ત્રણ વર્ષ, પિતૃસેનકૃષ્ણ, અને મહાસેનકૃષ્ણના પુત્ર આનંદ અને નંદને બે બે વર્ષ સંયમ પાળ્યે. આ દશેય શ્રેણિક રાજાના પૌત્ર હતા.
હવે કાણુ કયા દેવલાકમાં ગયા તે ક્રમથી ખતાવીએ છીએ:~
(૧) પદ્મ–સૌધર્મ નામે પ્રથમ દેવલેાકમાં ગયા. (૨) મહાપદ્મ-ઇશાન નામે ખીજા દેવલાકમાં ઉત્પન્ન થયા. (૩) ભદ્રં-સતલ્કુમાર નામે ત્રીજા દેવલાકમાં ઉત્પન્ન થયા. (૪) સુભદ્રમુનિ માહેન્દ્ર નામે ચેાથા દેવલાકમાં ઉત્પન્ન થયા. (૫) પદ્મલગ્ન મુનિ—બ્રહ્મ નામે પાંચમા દેવલેાકમાં, (૬) પદ્મસેન સુનિલાન્તક નામે છઠ્ઠા દેવલાકમાં, (૭) પદ્મગુલ્મ મુનિ-મહાશુક્ર નામે સાતમા દેવલાકમાં ગયા. (૮) નલિનીગુલ્મ મુનિ–સહસ્રાર નામના આઠમા દેવલેાકમાં જઈ દેવપણે ઉત્પન્ન થયાં. (૯) આન ંદ મુનિ પ્રાણત નામે દેવલેાકમાં ગયા. (૧૦) ન ંદન મુનિ—ખારમા અચ્યુત નામે દેવલાકમાં ઉત્પન્ન થયા.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૭૯