________________
વાન હતી. તે પૂર્વ ઉપાર્જીત પુણ્યથી મળેલા મનુષ્ય સુખને અનુભવ કરતી રહેતી હતી.
ત્યાર પછી એક દિવસ તે પદ્માવતી દેવી પિતાના અતિ ઉત્તમ વાસગૃહમાં સુતી હતી. તે વાસગૃહની ભીંતે અત્યંત મનોહર ચિત્રોથી ચીતરાયેલી હતી. તે ઘરમાં પિતાની કોમલ શય્યામાં સુતેલી તે રાણીએ સ્વપ્નામાં સિંહને જે. સ્વપ્ન દીઠા પછી તે જાગી ગઈ. પછી તેને સ્વપ્નદર્શનને અનુસરીને શુભ લક્ષણવાળે પુત્ર થયે. તેના જન્મથી માંડી નામકરણ સુધીનાં કર્મો મહાબલ કુમારના જેવાજ જાણવાં. તે કાલકુમારને પુત્ર તથા પદ્માવતી દેવીની કુખે જન્મેલ હોવાથી તેનું નામ પદ્ય રાખવામાં આવ્યું. ત્યાર પછીના સર્વ વૃત્તાન્ત મહાબલની પેઠે જાણવો જોઈએ. તેને આઠ આઠ દહેજ મળ્યા અને તે પિતાના ઉપલા મહેલમાં તમામ પ્રકારનાં મનુષ્યસબંધી સુખ લેગવતે તેમાં રહેતું હતું. ૧
નામો સરિણ' ઈત્યાદિ.
ભગવાન મહાવીર પ્રભુ પધાર્યા. પરિષદુ ધર્મ શ્રવણ કરવા માટે નિકળી. કૂણિક રાજા પણ ધર્મોપદેશ સાંભળવા માટે નિકળ્યા. કુમાર પદ્ધ પણ મહાબલની પેઠે ભગવાનની પાસે ગયા. ત્યાં ભગવાનના ઉપદેશથી તેને વૈરાગ્ય થઈ ગયું. તેણે મહાબલની પેઠેજ માતા પિતા પાસે પ્રવજ્યાની રજા માગી તથા છેવટે તેણે પ્રત્રજયા (દીક્ષા) લીધી અને અનગાર (ગહત્યાગી) થઈ ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા
ત્યાર પછી તે પદ્ધ અનગારે (ગૃહત્યાગી) શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરેની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યયન કર્યું અને બહ રીતની ચતુર્થ તથા છઠ આદિ (૧૨ ઉપવાસ) તપસ્યા કરી. પછી તે પદ્ધ અનગારે ઉદાર કઠિન તપસ્યા કરવાથી ત: કર્મનું આરાધન કરવાના કારણે તેમનું શરીર સુકાઈ ગયું, રૂક્ષ થઈ ગયું. લોહી માંસ સુકાઈ જવાના કારણે એટલા કૃશ (નબળા) થઈ ગયા કે તેમના શરીરમાં હાડકાં તથા ચામડાં માત્ર રહી ગયાં અને તેમની બધી નસે દેખાવા લાગી. આનું વિશેષ વર્ણન મેઘકુમારના જેવું જાણવું. મેઘકુમારની પેઠે જ તેમણે ધર્મ જાગરણ કરી તથા વિપુલગિરિ ઉપર જવા આદિને વિચાર કર્યો તથા મેઘકુમારની પેઠેજ વિપુલ ગિરિપર જવા માટે ભગવાનને પૂછયું. પૂછીને પિતે ફરીને પંચ મહાવ્રત ગ્રહણ કર્યા ગૌતમ આદિ શ્રમણ નિગ્રન્થોને
શ્રી નિરયાવલિકા સૂત્ર