________________
ત્યાર પછી જ્યારે આ હકીકત રાણી પદ્માવતીના જાણવામાં આવી ત્યારે તેના મનમાં એ વિચાર ઉત્પન્ન થયે કે-વિહેલ્પકુમાર સેચનક હાથી દ્વારા અનેક પ્રકારની ક્રીડા કરે છે માટે તેજ રાજ્યલક્ષ્મીના ફલને ઉપલેગ કરતો રહે છે નહિ કે કૂણિક રાજા, માટે અમને આ રાજ્યથી કે જનપદથી શું લાભ જે અમારી પાસે સેચનક હાથી ન હોય તે , તેથી કૃણિક રાજાને કહ્યું કે વૈહત્ય પાસેથી તે સેચનક હાથી લઈ લે એજ સારું છે. એમ વિચાર કરી જયાં કુણિક રાજા હતા ત્યાં ગઈ અને જઈને હાથ જોડી આ પ્રકારે બેલી-હે સ્વામી! વૈહલ્યકુમાર મેચનક ગંધ હાથી દ્વારા અનેક પ્રકારની ક્રીડા કરે છે. તે સ્વામી! જે આપણી પાસે સેચનક ગંધ હાથી ન હોય તે આ રાજ્ય અને જનપદથી શું લાભ?
આ સાંભળી રાજા કુણિકે પદ્માવતી દેવીના આ વિચારને આદર કર્યો નહિ કે ન તે વાત તરફ ધ્યાન દીધું. માત્ર ચુપચાપ રહ્યા.
ત્યારપછી તેરાજા કૃણિકે રાણી પદ્માવતીના મારફત વારંવાર વિજ્ઞાપન કરવામાં આવતું તેથી એક વખત વેહલ્લ કુમારને પિતાને ત્યાં બેલાવ્યો અને તેની પાસેથી સેચનક ગંધ હાથી તથા અઢાર સરવાળો હાર માગે.
કૃણિકને એ અભિપ્રાય જાણુને વૈદુલ્લ કુમારે આ પ્રકારે કહેવા માંડયુંહે સ્વામિન્ ! શ્રેણિક રાજા પિતાની જીવિત અવસ્થામાંજ મને સેચનક ગંધ હાથી તથા અઢાર સરવાળે હાર દીધો છે. જે તે આપ લેવા ચાહે છે તે મને પણ રાજ્ય તથા જન પદને અર ભાગ આપે. પછી હું પણ આપને માટે આ બે વ્યાપીશ પરંતુ રાજા કૃણિકે હિલ્લ કુમારની આ વાત પસંદ કરી નહિ. ન તે કદી એ વાતને ઠીક રીતે વિચાર કરી છે. માત્ર વારંવાર પિતાની માગણુંજ કર્યા કરી.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૬ ૧