________________
હે દેવાનુપ્રિયે ! અમે લોક ઈર્ષા સમિતિ આદિ સમિતિઓથી તથા ત્રણ ગુપ્તિઓથી યુક્ત, ઈન્દ્રિયને વશમાં રાખવાવાળી, ગુપ્ત બ્રહ્મચારિણી નિગ્રંથ શ્રમણ છીએ. અમે લેકે આવી બાબત કાનેથી પણ સાંભળવા કલ્પતી નથી તે પછી તેને ઉપદેશ અથવા આચરણ કેવી રીતે કરી શકીએ ? હે દેવાનુપ્રિયે ! વિશેષ એ છે કે અમે લોકો કેવલી પ્રરૂપિત દાન શીલ આદિ નાના પ્રકારના ધર્મને જ ઉપદેશ કરીએ છીએ. ત્યાર બાદ તે સુભદ્રાસાર્થવાહી તે આર્યાએ પાસેથી ધર્મ સાંભળીને તે હૃદયમાં ધારણ કરી હષ્ટ-તુષ્ટ હૃદયથી તેમને ત્રણ વાર વંદન અને નમસ્કાર કરી આ પ્રમાણે બોલી:–હે દેવાનુપ્રિયે ! હું નિથ પ્રવચન પર શ્રદ્ધા કરું –વિશ્વાસ કરું છું. નિગ્રંથ પ્રવચન પર મારી રૂચી થઈ છે. આપે જે ઉપદેશ આપે છે તે સત્ય છે–સર્વથા સત્ય છે. હું યાવત્ શ્રાવક ઘર્મને સ્વીકાર કરું છું. તે આર્યાએ કહ્યું –
દેવાનુપ્રિયે ! તને જે પ્રકારે સુખ થાય તેમજ કર. ધર્માચરણમાં પ્રમાદ ન કરે, ત્યાર પછી તે સુભદ્રાસાર્થવાહીએ તે આર્યાઓની પાસે નિગ્રંથ ધર્મને
સ્વીકાર કર્યો. તે પછી તે આર્યાઓને વંદન અને નમસ્કાર કરીને વિસર્જન કર્યું (વિદાય આપી.)
ત્યાર પછી તે સુભદ્રા સાર્થવાહી શ્રમણ ઉપાસિકા થઈ ગઈ. તમામ શ્રાવકધર્મનું પાલન કરતી વિચરવા લાગી. ત્યાર પછી એક સમયે પાછલી રાત્રિએ કુટુંબ જાગરણ કરતી કરતી તે સુભદ્રાસાર્થવાહીના હૃદયમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર આવ્યો કે ભદ્ર સાર્થવાહની સાથે વિપુલ ભોગને ભગવતી વિચરણ કરું છું પણ આજ પર્યન્ત મને એક પણ સન્તાન થયું નથી. આથી મને એ યોગ્ય છે કે સૂર્યોદય થતાંજ ભદ્ર સાર્થવાહને પૂછીને સુત્રતા આર્થીઓની પાસે આર્યા થઈ ઘર બધું છોડી દઈને પ્રત્રજિત બનું. એ વિચાર કરીને ભદ્રસાર્થવાહની પાસે આવી અને હાથ જોડી આ પ્રકારે બેલી –હે દેવાનુપ્રિય ! હું તમારી સાથે ઘણાં વર્ષો સુધી વિપુલ ભેગવિલાસ ભગવતી ફરું છું. પણ
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૦૯