________________
રાશિને નક્ષત્ર, ચન્દ્ર, ઋતુ આદિ માસના દિવસેને લાવવા માટે યથાક્રમ ૬૭, ૬૧, ૬૦ અને દર એમના વડે તેમાં ભાગાકાર કરે જોઈએ. ત્યારે યક્ત નક્ષત્રાદિમાસ ચતુષ્કગત દિનેનું પ્રમાણ આવી જાય છે. જેમકે–યુગદિન રાશિ ૧૮૩૦ છે. આમાં એક યુગના ૬૭ માસોને ભાગાકાર કરવાથી જે લબ્ધ થાય છે, તે નક્ષત્રમાસનું પ્રમાણ છે, એવું સમજવું. તેમજ એજ યુગદિન રાશિમાં એક યુગના ૬૧ તુમાસને ભાગાકાર કરવાથી જે લબ્ધ હોય છે તે તુમાસનું પ્રમાણ છે, આમ સમજવું એક યુગમાં સૂર્યમાસે ૬૦ હોય છે. એથી ધ્રુવરાશિરૂપ ૧૮૩૦ માં ૬૦ ને ભાગાકાર કરવાથી જે લબ્ધ થાય છે તે સૂર્યમાસનું પ્રમાણ આવે છે. અભિવતિ નામક તૃતીયયુગ સંવત્સરમાં અને એજ નામવાળા પાંચમા સંવત્સરમાં ૧૩ ચદ્રમાસ હોય છે. આ કથન પહેલાં સ્પષ્ટ કરવામાં આવેલું છે. આમ ૧૨ નો ભાગાકાર કરવાથી જે લબ્ધ થાય છે તે અભિવિદ્ધિતમાસ અધિકમાસ આવે છે. અભિવદ્ધિત સંવત્સના ૧૩ ચન્દ્રમાસના દિવસનું પ્રમાણ ૩૮૩ ભાગ હોય છે. એટલે કે ૧૩ ચન્દ્રમાસનું ૩૮૩ દિવસ અને ૧ દિવસના ૬૨ ભાગે માંથી ૪૪ ભાગે થાય છે. આ પ્રમાણ આ રીતે નીકળે છે. ચન્દ્રમાસમાં દિવસનું પ્રમાણુર૯૪ મુહૂર્ત જેટલું પ્રકટ કરવામાં આવેલું છે. આ પ્રમાણમાં ૧૩ ને ગુણિત કરવાથી ૩૭૭ દિવસનું પ્રમાણ નીકળી આવે છે. તેમજ ૪૧૬ અંશોનું પ્રમાણ નીકળી આવે છે. એ દિવસેના દ૨ ભાગરૂપ છે. એથી એમના દિવસો બનાવવા માટે આમાં ૬૨ ને ભાગાકાર કરવાથી ૬ દિવસે લબ્ધ થાય છે. આ દિવસોને પૂર્વોક્ત દિવસોમાં જોડવાથી ૩૮૩ દિવસ આવે છે. અને ૧ દિવસના ૬૨ ભાગમાંથી ૪૪ ભાગે આવે છે. વર્ષમાં ૧૨ માસ હોય છે. એથી એમના માસનું પ્રમાણ જાણવા માટે આમાં ૧૨ સંખ્યાને ભાગાકાર કરવાથી એક ત્રિશત અહોરાત લબ્ધ હોય છે. અને શેષ સ્થાનમાં ૧૧ દિવસ અવશિષ્ટ રહે છે. આમાં ૧૨ નો ભાગ જ નથી. એથી આ ૧૨ ની સંખ્યા જે ૪ ભાગમાં જોડવા માટે ૬૨ ની સાથે ગુણિત થતા નથી. એથી પૂર્ણ શશિના કકડા થતા નથી. કેમકે શેષ સ્થાનમાં અવશિષ્ટ રહે છે. એથી અધિકના નિમિત્તે ૬૨ ના બમણું કરીને જે રાશિ આવે છે તેનાથી ૧૧ ને ગુણિત કરવાથી ૧૩૬૪ રાશિ આવી જાય છે. રેફને પણ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૮૩