________________
છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે અહીં સર્વ પ્રથમ ચન્દ્રના મંડળને કાળ તેમજ પછી તે મુજબ મુહૂર્તનું પરિમાણ કાઢવામાં આવેલ છે. મંડળ કાળના વિચાર માટે વૈરાશિકનું વિધાન આ પ્રમાણે છે–સકલ યુગવતી અદ્ધમંડળ વડે ૧૭૬૮ ચન્દ્રદ્રયની અપેક્ષાએ પૂર્ણ મંડળ વડે ૧૮૩૦ રાત્રિ-દિવસ પ્રાપ્ત થાય છે, તો પછી બે અદ્ધમંડળે વડે કેટલા રાત્રિ-દિવસે પ્રાપ્ત થાય છે. તે આના માટે રાશિત્રયની સ્થાપના ૧૭૬૮/૧૮૩૦૨ આ પ્રમાણે થશે. ચરમરાશિ બે થી મધ્યરાશિ ૧૮૩૦ ને ગુણિત કરવાથી ૩૬૬ આવે છે. આમાં ૧૭૬૮ ને ભાગાકાર કરવાથી બે રાત-દિવસ અને શેષમાં ૧૨૪ અવશિષ્ટ રહે છે. એક રાત-દિવસમાં ૩૦ મુહૂર્તો હોય છે. તે ૩૦ ને ૧૨૪ સાથે ગુણિત કરવાથી ૩૭૨૦ આવે છે. આમાં ૧૭૬૮ ને ભાગાકાર કરવાથી બે મુહુર્તા લખ્યું હોય છે. છેલ્લે છેદક રાશિઓમાં આઠથી અપવર્તન-ભાગાકાર કરવાથી છેદ્યરાશિ ૨૩ અને છેદકરાશિ ૨૨૧ આવે છે આ પ્રમાણે એક મુહૂર્તના ૨ ભાગે પ્રાપ્ત થાય છે. આટલા કાળમાં પરિપૂર્ણ બે અધમંડળે ઉપર ચન્દ્ર પોતાની ગતિ કરે છે, એટલે કે આટલા કાલમાં એક મંડળ પરિપૂર્ણ થાય છે અને તેની ઉપર ચન્દ્ર ગતિ ક્રિયા કરે છે. આ ચન્દ્ર-મંડળ-કાળની પ્રરૂપણ છે. એ મુજબ જ મુહૂર્ત ગતિ પણ થાય છે. અહીં જ બે રાશિરૂપ દિવસે આવ્યા છે તેમના મુહૂત કરવા માટે ૩૦ ને બે વડે ગુણિત કરવાથી ૬૦ મુહૂર્ત થાય છે. આમાં ૨ ને સરવાળો કરવાથી ૬૨ મુહૂર્ત થાય છે. એ બધાની સંકલન કરવા માટે ૨૨૧ સાથે ગુણિત કરવામાં આવે અને ૨૩ ને આગત રાશિમાં જોડવામાં આવે તે ૧૩૭૨૫ જેટલી રાશિ આવે છે. આ રાશિ એક મંડળ કાળના મુહૂર્ત સંબંધી જે ૨૨૧ છે તેને ભાગોનું પરિમાણ છે. અહીં વૈરાશિક વિધાન આ પ્રમાણે છે
જે ૧૩૭૨૫ વડે ૨૨૧ ભાગોના મંડળ ભાગ ૧૦૯૯૦૦ પ્રાપ્ત થાય છે તે એક મુહૂર્ત વડે એઓ કેટલા પ્રાપ્ત થશે એના માટે ૧૩૭૨૫/૧૦૯૮૦૦/૧ એવીરીતે રાશિત્રયની સ્થાપના કરવી જોઈએ. અહીં જે આદ્યરાશિ ૧૩૭૨૫ છે તે મુહૂર્તગત ૨૨૧ ના ભાગ સ્વરૂપ છે. સંકલના માટે અંત ૧ રૂપ રાશિ ૨૨૧ થી ગુણિત થઈને ર૨૧ રૂપ આવે છે. આમાં ૧૦૯૮૦૦૦ ને ગુણિત કરવાથી ૨૪૨૬૫૮૦૦ સંખ્યા આવે છે. આ રાશિમાં ૧૩૭૨૫ને ભાગાકાર કરવાથી ૧૭૬૮ આવે છે. શેષમાં કોઈ સંખ્યા રહેતી નથી. આટલા ભાગ સુધી ગમે તે મંડળમાં ચન્દ્ર એક મુહૂર્તમાં ગમન-ક્રિયા કરે છે. ભાવ આ પ્રમાણે છે કે ૨૮ નક્ષત્ર પિતા-પિતાની ગતિ વડે પોતપોતાના કાળના પરિણામથી ક્રમશઃ જેટલા ક્ષેત્રને પોતાની કલ્પના વડે વ્યાપ્ત કરી શકે તેનું નામ અર્ધમંડળ છે. આટલા પ્રમાણમાં જ દ્વિતીય ૨૮ નક્ષત્ર સંબંધી દ્વિતીય અર્ધમંડળ તત તત ભાગજનિત હોય છે. આ રૂપ પ્રમાણુ બુદ્ધિથી પરિકલિપત થયેલ એક મંડળ છેદ હોય
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૬૫.