________________
ભાગ સહિત છે. હવે અહીંથી અભિજિતુ આદિ નક્ષત્રોનું દ્વિતીય શેધનક કહું છું. આ કથનનું તાત્પર્ય એ છે કે પુનર્વસુ સંબંધી જે ૨૨ મુહુર્ત છે તે સઘળાં જ ઉત્તર ઉત્તરના શેધનકમાં અન્તઃ પ્રવિષ્ટ છે દર ભાગ અન્તઃ પ્રવિષ્ટ નથી આથી જે જે શોધનક શોધવામાં આવે છે ત્યાં ત્યાં પુનર્વસુ સંબંધી ૪૬ બાસઠ ભાગ ઉપરના શોધી લેવા જોઈએ. આ પ્રથમ શોધનક પુનર્વસુ આદિ ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોના પ્રકટ કરવામાં આવ્યા છે.
હવે અભિજિત નક્ષત્રથી લઈને દ્વિતીય શોધનક કહેવામાં આવે છે–આમાં દ્વિતીય શેાધનક પ્રકાર શાસ્ત્રમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે તેવું છે. આથી તે ત્યાંથી જ જાણી લેવું. વિસ્તાર થઈ જવાના ભયે અત્રે અમે તેને ઉલ્લેખ કરતાં નથી સારાંશ એ જ છે કે-જ્યારે કે એ પ્રશ્ન કરવાં લાગે કે મુગની આદિમાં પ્રથમા અમાવાયા કયા નક્ષત્રથી જોડાઈને સમાપ્ત થઈ? તે આ સંબંધમાં પૂર્વકથિત અવધાર્યરાશિ ૬૬ મુહૂર્ત અને ૬૫ ભાગ રૂ૫ અને એક બાસઠ ભાગના ૧ અડસઠ ભાગ રૂપ છે એવું મનમાં ધારી લેવું જોઈએ, ધાર્યા બાદ ૧ વડે ગુણવા જોઈએ કારણ કે પ્રશ્નાર્થીએ પ્રથમ અમાવાસ્યા પૂછી છે. એક વડે ગુણવાથી તેજ રાશિ આવે છે આથી તેજ રાશિ રહી ગઈ આથી હવે તેમાંથી ૨૨ મુહુર્ત અને એક મુહૂર્તના ૪૬ બાસઠ ભાગ રૂપે પુનર્વસુ નક્ષત્રનું શેધન કરવું જોઈએ, આમાં ૬૬ મુહૂર્તેથી ૨૨ મુહૂર્ત શુદ્ધ સ્થિત છે પાછળનાં ૪૪ મુહૂર્તમાંથી ૧ મુહૂર્ત બાદ કરીને તેના બાસઠ ભાગ કરવા જોઈએ આ ભાગેને બાસઠ ભાગાત્મક રાશિમાં ઉમેરી દેવા જોઈએ જેથી ૬૭ ભાગ થઈ જાય છે. આમાં ૪૬ શુદ્ધ શેષ રહે છે ૪૩ મુહૂર્તોમાંથી ૩૦ મુહૂર્ત પુષ્ય શુદ્ધ રહે છે પછીના ૧૩ મુહૂર્ત સુધી તે શુદ્ધ રહે છે. અર્ધક્ષેત્રીય અશ્લેષા નક્ષત્ર ૧૫ મુહૂર્ત પ્રમાણે શુદ્ધ રહે છે, ત્યારે આ પ્રશ્ન થાય છે કે અશ્લેષા નક્ષત્રના ૧૫ મુહૂર્તમાં અને એક મુહૂર્તના ૩૦ બાસઠ ભાગમાં અને ૬૭ થી છિન એક બાસઠ ભાગના શેષ ૬૬ ભાગમાં પ્રથમ અમાવાસ્યા સમાપ્ત થાય છે. એવી જ રીતે સમસ્ત અમાવાસ્યાઓના સમ્બન્ધમાં પણ કરણનો વિચાર કરી લે ઘટે અહીં પૂર્ણિમાના પ્રકરણમાં જે અમાવસ્યાકરણ કહેવામાં આવ્યું છે તે કરણગાથાના અનુરોધને તથા યુગની આદિમાં અમાવાસ્યાના પ્રાધાન્યને લઈને કહેવામાં આવ્યું છે. પ્રસ્તુત પૂર્ણિમાના પ્રકરણને વિચાર
इच्छा पुण्णिमगुणियो अवहारोऽत्थ होइ कायव्यो । तं चेव सोहणगं अभिईयाइं तु कायव्वं ॥१॥ सुद्धमि य सोहणगे जं सेसं तं हवेज्ज णक्खत्तं ।
तत्थ य करेइ उडुवइ पडिपुण्णं पुणिमं विमलं ॥२॥ જેવી રીતે પૂર્વે અમાવસ્યા અને ચન્દ્રનક્ષત્રના પરિજ્ઞાનના નિમિત્ત અવધાર્ય રાશિ કહેવામાં આવી છે એવી જ અવધાર્યરાશિ અહીં પણ પૌર્ણમાસી અને ચન્દ્રનક્ષત્રની પરિ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૧૫