SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત જપ પ્રાસાદનીતિ, ૨૨ ધર્મ રીતિ, ૨૩ વણિકા વૃદ્ધિ, ૨૪ સ્વસિદ્ધિ, ૨૫ સુરભિ તૈલ કરણ ૨૬ લીલા સંચરણ ૨૭ હયગજ પરીક્ષણ, ૨૮ પુરુષ સ્ત્રી લક્ષણ, ૨૯ હેમરત્ન ભેદ, અષ્ટાદશલિપિ પરિછેદ, ૩૧ તત્કાલ બુદ્ધિ, ૩ર વાસ્તુસિદ્ધિ, ૩૩ કામવિકિયા, ૩૪ વૈદ્યક ક્રિયા, ૩૫ કુંભ ભ્રમ, ૩૬ સરિશ્રમ, ૩૭ અંજન ચાગ ૩૮ ચૂર્ણયોગ, ૩૯હસ્ત લાઘવ, ૪૦ વચન પાટવ, ૪૧ ભેજમવિધિ, (૪૧ વાણિજ્ય વિધિ), કર મુખમંડન, ૪૩ હ ત , કથાકથન. ૪૫. ૫૦૫ ગ્રથન, ૪૬ વાતિ, ૪૭ કાવ્યશક્તિ. ૪૮ સ્કાર વિધિવેષ, ૪૯ સર્વ ભાષા વિશેષ, ૫૦ અભિધાન જ્ઞાન, ૫૧ ભૂષણ પરિધાન, પર ભૂપચાર, ૫૩ ગૃહાચાર, ૫૪ વ્યાકરણ, ૫૫ નિરાકરણ, પ૬ રન્ધન, ૫૭ કેશ બન્ધન, ૫૮ વીણા નાદ, ૫૯ વિતંડાવાદ, ૬૦ અંકવિવાર, ૬૧ લોકવ્યવહાર, ૬૨ અત્યાક્ષરિકા અને ૬૩ પ્રશ્ન પ્રહેલિકા. એ કલાઓમાં કેટલીક કલાઓ એવી પણ છે કે જે સ્ત્રી અને પુરુષ બંને માટે સમાન રૂપે હોય છે, પણ જયારે તે સ્ત્રી સંબંધી હોય છે, ત્યારે સ્ત્રી કલા કહેવાય છે અને જયારે પુરુષ સંબંધી હોય છે ત્યારે તેની ગણનાં પુરુષ કલાના રૂપમાં થાય છે. એથી એમ નામાં પુનરુકિતની સંભાવના હોઈ શકે નહિ. જો આમ ન હોત તે સ્ત્રી કલા, પુરુષ કલા અને ત૬ભયકલાના રૂપમાં કલાઓના ત્રણ ભેદ વિવક્ષિત હોત. પરંતુ કલાઓના આ રીતે ભેદે કરવામાં આવ્યા નથી. શિલ્પશત એવું જે કહેવામાં આવ્યું છે, તેમાં મૂલશિલ્પના કુંભ શિલ્પ, લેહશ૯૫, ચિત્ર શિલ્પ તડુવાય શિ૯૫ અને નાપિતશિલ્પ એ પાંચ ભેદ છે એમાં દરેક શિલ્પના ૨૦ -૨૦ પ્રકારે બીજા પણ હોય છે આ રીતે શિલ્પશત થઈ જાય છે, તદુકતમ पंचेच य सिप्पाई घडलोह चित्तणत कासवए। इक्किकस्स य इत्तो बीसं बीस भये भेया॥१॥ શંકા –ભગવાને કયો નિમિતે પાંચ મૂલ શિલ્પ કહ્યાં છે ? તો આ શંકાનો જવાબ આ પ્રમાણે કરવામાં આવે છે કે યુગલિક પુરુષો મન્દ જઠરાગ્નિવાળા થઈ ગયાં ત્યારે તેમણે અપકવ ઔષધીઓનું સેવન કરવા માંડયું, પરંતુ તે ઔષધીઓને પણ તેઓ પચાવી શક્ય નહિ, એથી તેઓ પ્રાયઃ ૨૭ રહેવા લાગ્યા તેઓની આવી દુર્દશા જોઈને ભગવાને દયાર્દ્ર થઈને તે ઔષધીઓને પકવવા માટે પકવવામાં સાધન રૂપ પાત્રોને બનાવવાની શિ૯૫કલાનો ઉપદેશ કર્યો. એમાં સૌથી પહેલાં ઘટ નિર્માણરૂપ શિ૯પકલાને ઉપદેશ કર્યો. એથી જ ઘટ મૂલ શિલ્પ સર્વ પ્રથમ અસ્તિત્વમાં આવ્યું. અનાર્ય લોકોથી પ્રજાની રક્ષા કરવા માટે ક્ષત્રિયે પોત પોતાના હાથમાં હથિયાર રાખવા લાગ્યા, એના માટે પ્રભુએ લેહ શિ૯૫ના ઉપદેશ કર્યો. ચિત્રાંગ જાતના કલ્પવૃક્ષે જયારે કાલ સ્વભાવના કારણે નાશ પામ્યાં ત્યારે પ્રભએ ચિત્ર શિલ્પને ઉપદેશ કર્યો. વસ્ત્રો આપનારા કલ્પવૃક્ષો જ્યારે નાશ પામ્યાં ત્યારે પ્રભુએ તંતવાય શિલ્પને ઉપદેશ કર્યો પહેલાં યુગલિક નરાના રામ-નખ વધતા ન હતાં. પણ પછી કાળના પ્રભાવથી યુગલિક નરેના રોમ-નખ વધવા લાગ્યાં ત્યારે તે નખ-રો થી તેમને વ્યાઘાત થાય નહિ તેમ વિચારીને દયાહ્નન્તઃકરણ ભગવાને નાપિત શિલ્પને ઉપદેશ કર્યો. શકા-કર્મ નષ્ટ કરવા માટે જ અવશિષ્ટ સકમ વાળા ભગવાન અહ°ત વ્યાધિના પ્રતિકાર માટે ઔષધિ સેવન કરવામાં આવે છે. તેમાં સ્ત્રી આદિ રૂપ પરિગ્રહને સ્વીકારે છે. ઈતર લેકે આવું કરતા નથી. એથી નિરવા કર્મમાં જ રુચિ ધરાવનારા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૦૩
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy