________________
કરવાથી ૨+૩૦=૬ ૦ સાઈઠ થાય છે. આના બાસઠયા ભાગ કરવા માટે બાસઠથી ભાગ કરે ? અહીં પણ ભાજ્યરાશિ અલ્પ હોવાથી ભાગ ચાલતું નથી. તેથી હારરાશિ અને ભારાશીને બેથી અપવતિત કરવી તે = આ રીતે એકત્રીસ ત્રીસ ભાગ લબ્ધ થાય છે. આનાથી એ ફલિત થાય છે કે–ચોથું પર્વ યુગના અંતિમ અહોરાત્રમાં એક મુહૂર્તના એકત્રીસ ત્રીસ ભાગને ભેળવીને સમાપ્ત થાય છે. આ જ પ્રમાણે બાટ્ટીના પના સંબંધમાં પણ સમજી લેવું. એકસે વીસમા પર્વની જીજ્ઞાસામાં એક એવી. સથી ગુણાકાર કરે આ ગુણકને માથામાં કહેલ ગુણકની અંત્ય રાશિ ચારની સાથે જ ભાગ કરે તે કંઈ શેષ રહેતું નથી. ૧૯*૪=૩૧.શેષ ૦ તેથી ગુણક રાશી ચારજ સમજવી તે કૃતયુગ્મ રાશિ એટલેકે કૃતયુગ્મ ગુણરૂપ રાશિ હોય છે. અહીં ક્ષેપક શશિ ન હોવાથી કંઈ પણ પ્રક્ષેપ થતો નથી, તેથી એકસે ચોવીસથી ભાગ કરે , અહીં પણ ભાજ્ય રાશિ અ૮૫ હોવાથી ભાગ ચાલતું નથી તેથી એજ પ્રમાણેની રાશિ રહે છે. તેથી એ ફલિત થાય છે કે–અતિમ અહોરાત્રને પૂરા ભેગવીને એકસો વીસમું પર્વ સમાપ્ત થાય છે.
જે ગાથાઓના અવલંબન બળથી તથા વ્યાખ્યાના બળથી પૂર્વાચાર્યોએ પર્વ સંબંધી વ્યાખ્યા કહેલ છે. એજ કમથી અને એ પૂર્વાચાર્યોએ બતાવેલ માર્ગથી મેં પણ શિષ્યજનના અનુગ્રહ માટે યથાકથંચિત્ સ્વરૂપ કરણ પ્રયાસથી તથા સ્વમતિ અનુસાર અહીંયાં પ્રતિપાદન કર્યું છે, જે સૂ. ૫૬
હવે પ્રસ્તુત વિષયનું કથન કરે છે- છપ્પનમાં સૂત્રથી યુગ સંવત્સરોના વિષયમાં સવિસ્તર વ્યાખ્યા કરીને હવે પ્રમાણુ સંવત્સરના વિષયમાં કહે છે. (ત ઉમળસંવરે) ઈત્યાદિ
ટીકાર્થ–પ્રમાણુ સંવત્સરયુક્ત લક્ષણવાળા પ્રમાણથી યુક્ત સંવત્સર કહેવાય છે, આ પ્રમાણ સંવત્સરના પાંચ ભેદો કહ્યા છે. એ ભેદોમાં પહેલું નક્ષત્ર સંવત્સર અથવા નક્ષત્રસંવત્સર, અઠયાવીસ નક્ષત્રોને એક પર્યાય રૂપે ભોગવવા રૂપ કાળને નક્ષત્ર માસ કહેવાય છે. બાર નક્ષત્ર માસથી એક નક્ષત્ર સંવત્સર થાય છે. (૧) બીજું ચંદ્ર સંવત્સર છે ચંદ્રના એક ભગણ ભેગ કાળને ચાંદ્ર માસ કહેલ છે. જે ત્રીસ તિથિએવાળે હોય છે. (રવીન્દ્રોને સંયુતિવચા વિઘોર્યાસ) એક અમાસથી બીજી અમાસ પર્યંત ચાંદ્રમાસ હોય છે. એક તિથિના ભાગરૂપ કાળ ચાંદ્ર દિવસ કહેવાય છે. બાર ચાંદ્રમાસથી ચાંદ્રસંવત્સર થાય છે. આ બીજો ભેદ કહ્યો છે. (૨) ત્રીજું સંવત્સર હોય છે. વસન્તાદિ ઋતુઓ લેક પ્રસિદ્ધ જ છે, તે સૂર્યની મૃગશિરાદિ બે રાશિના ભેગ કાળ રૂપ હોય છે. શિશિર વિગેરે છ ઋતુઓ હોય છે. મકર અને કુંભ રાશિથી શિશિર ઋતુ થાય છે. મીન અને મેષ રાશિમાં વસંતઋતુ હોય છે. વૃષભ અને મિથુન રાશિમાં ગ્રીષ્મઋતુ હોય છે. કર્ક અને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૪૦
Go To INDEX