________________
છાસઠ ભાગામાં વહેંચાયેલ જંબુદ્રીપના ચક્રવાલના બબ્બે ભાગના ક્રમથી તાપક્ષેત્ર ન્યૂન થતુ જાય છે. ચંદ્રમાના મંડળમાં દરેક પૂર્ણિમાના સંભવમાં ક્રમથી દરેક મંડળના છવ્વીસ ભાગે! તથા સત્યાવીસમા ભાગના એક સાતમા ભાગ જેટલું વધે છે. આ રીતે તાપક્ષેત્રના નધારા અને ન્યૂનતા થાય છે।૨૨।।
सिकलं बुया पुण्फस ठिया हुति तावक्खेत्तपहा | अतोय संकुडा बाहिं वित्थडा चंदसूराणं ||२३||
ચંદ્ર સૂર્યના તાપક્ષેત્રના વધઘટને ક્રમમાર્ગ આ રીતે હેય છે. કસંબુના પુષ્પના આકારના એટલેકે નાસિકાના પુષ્પ સરખા આકારના હેાય છે. એજ કડું છે. દર સ ંકુચિત મેરૂની દિશામાં કળીના આકાર જેવા તથા બહાર લવણ સમુદ્રની દિશામાં પુષ્પના આકાર જેવા એજ પ્રમાણે ચોથા પ્રાકૃતમાં કહેલા વિશેષણાવાળા સ્થાનનની સ્થિતિ સમજી લેવી. અહી પુનઃ તે ભાવના લખવાથી ગ્રન્થગૌરવ વધવાના ભયથી તે કહેલ નથી. ૨૩ II સૂ. ૧૦૦ ||
હવે ચંદ્રમાને અધિકૃત કરીને તેની ક્ષયવૃદ્ધિ આદિના કારણરૂપ વિમાનના દેવતા સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે. કેળ' વ ષો ઇત્યાદિ
ટીકા –સામા સૂત્રમાં અનેક પ્રકારના દ્વીપસમુદ્રોમાં ચંદ્ર-સૂર્યગ્રહ નક્ષત્ર અને તારાઓની સ ંખ્યાના સબંધમાં વિચાર વિનિમય કરીને હવે ચંદ્રમાને અધિકૃત કરીને વિવિધ પ્રકારના વિચારને લઇને શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે,
hrases चंदो, परिहाणी हुति च दस्स |
कालो वा जोन्हा वा, केणाणुभावेण चंदस्स ||२४||
શુકલ પક્ષમાં ચંદ્ર કેવી રીતે વધે છે? તથા કયા કારણથી ચંદ્રને કૃષ્ણપક્ષમાં ક્ષય થાય છે? તથા કયા કારણથી ચંદ્રના એક પક્ષ કૃષ્ણ અને એક પક્ષ શુકલ હાય છે ? હું ભગવાન્ ! આ તમામ વિષયના આપ પ્રતિબંધ કરો. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.
किन्हें राहु विमाणं णिच्च च देण होइ अविरहिय । चतुर गुलमसंपत्त, हिच्चा चंदस्स तं चरइ ॥ २५ ॥
સંપાતરૂપ અગર છાયારૂપ કૃષ્ણવ વાળા શહુ હાય છે, તે રાહુ બે પ્રકારના હોય છે. એક પરાહુ અને બીજો નિત્યાહુ પ રાહુ એ કહેવાય છેકે-કદાચિત પૂર્ણિમા અંતમાં આવીને પેાતાના વિમાનથી ચંદ્ર વિમાનને ઢાંકી દે છે, ઢાંકી દેવાથી ચંદ્રગ્રહણ અથવા સૂર્ય ગ્રહણ થયું તેમ લેાકમાં પ્રસિદ્ધિ થાય છે. અહીં શુકલ પક્ષ અને કૃષ્ણપક્ષની વિચારણામાં એજ રાહુ લેવાય છે, કે જે નિત્યરાહુ કૃષ્ણ વિમાનવાળા હોય છે. કારણ તે પ્રકારનો જગત્સ્વભાવ હોય છે. તથા તે વિમાન નિત્ય ચંદ્રની સાથે તેવા આંતરવાળુ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૫૪
Go To INDEX