________________
થાય છે અને સાથેજ સમાપ્ત થાય છે? તે હે ભગવન્ આપ કહે આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા. ઘર મારૂ માણા, વાદ્રિ ચંદ્ર માતા) પાંચ વર્ષવાળા એક યુગમાં સાઈઠ સૌર માસ થાય છે. અને ચાંદ્રમાસ બાસઠ જેટલા થાય છેઆ પ્રમાણે પહેલાં કહેલ છે અને ભાવિત કરેલ છે. આ એક યુગાન્તમાં રહેલ આદિત્ય અને ચાંદ્ર સંવત્સરનાજ થાય છે. (एस णं अद्धा छक्खुत्तकडा दुवालसभयिता तीसं एए आइच्चसवच्छरा एकतीसं एए चंद સંવરજીના) આટલા પ્રમાણવાળી અદ્ધા અર્થાત્ સમયને (છડુત્ત) છથી ગુણાકાર કરે તે પછી બારથી તેને ભાગ કરે તો ત્રીસ આદિત્ય સંવત્સર થાય છે. તથા એકત્રીસ પ્રમાણુના ચાંદ્રસંવત્સર થાય છે. અહીયાં ગુણન અને ભાજન પ્રક્રિયા બતાવવામાં આવે છે. ૬૦+૪=૩૬૦ તે પછી રૂડું”=૩૦ ત્રીસ આદિત્ય સંવત્સર લબ્ધ થાય છે. તથા ૬૨ ૬= ૩૭૨ તે પછી ત્રણસે તેને બારથી ભાગવા ૩૨ ૩૧ યુક્ત પ્રમાણવાળા એકત્રીસ ચાંદ્રસંવત્સર લબ્ધ થાય છે. હવે તેના પ્રારંભ અને સમાતિકાળનું પ્રતિપાદન કરવામાં આવે છે. (તયા i gણ આરૂરલંવરજી સમરીયા સમગ્ર વિશા માહિત્તિ વાઝા) આટલે કાળ વીત્યા પછી આદિત્યસંવત્સર અને ચાંદ્રસંવત્સર સમાદિ અર્થાત્ એક સાથે જ પ્રવૃત્ત થાય છે અને એક સાથે જ પર્યવસિત અર્થાત્ સમાપ્ત થાય છે. એ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું,
આ વિષયમાં યુક્તિરૂપ ઉપપત્તિ કહેવામાં આવે છે. આ આદિત્ય અને ચાંદ્રસંવત્સર વિવક્ષિત સમયની પહેલાં સાથેજ પ્રારંભ થાય છે, અને પ્રારંભ થઈને છડા યુગના સમાપ્તિ કાળમાં સાથેજ સમાપ્ત થાય છે. કારણકે-પાંચ વર્ષના પ્રમાણવાળા કાળમાં બાર માસના પ્રમાણવાળા ત્રણ ચાંદ્રસંવત્સર થાય છે. તથા તેરમાસ પ્રમાણવાળા બે અભિવતિ સંવત્સર થાય છે. આથી એ સિદ્ધ થાય છે કે-પાંચ વર્ષ વાળા એક યુગમાં યુગના અંતર્વર્તિ બાર માસ પ્રમાણવાળા પાંચ ચાંદ્રસંવત્સર પૂર્ણ થાય છે. એ બે માસ વધે છે. તે પછી બીજા યુગની સમાપ્તિ સમયમાં અર્થાત્ દસમા વર્ષની અંતમાં દસ ચાંદ્રસંવત્સર અને ઉપર ચાર ચાંદ્રમ સ રહે છે. તે પછી ત્રીજા યુગના અન્તમાં પંદરમાં વર્ષની અન્તમાં પંદર ચાંદ્રસંવત્સર તથા ઉપર છ ચાંદ્રમાસ વધે છે. આ રીતે દરેક યુગમાં બે માસના વધારાથી છઠા સંવત્સર વર્ષના અંતમાં બારમાસ પૂરા થઈ જાય છે. બાર માસથી એક સંવત્સર થાય છે. પાંચ વર્ષવાળા છ યુગનું પરિમાણ ત્રીસ આદિત્ય સંવત્સર થાય છે. ૫+૬=૩૦ આદિત્ય સંવત્સરની પૂર્તિમાં છ યુગના અંતમાં પુરેપૂરા એકત્રીસ ચાંદ્રસંવત્સર થાય છે. આ સિદ્ધાંત પ્રમાણે છથી ગુણેલ અને બારથી ભાગ કરીને પ્રતિપાદિત કરેલ છે.
હવે અન્ય સંવત્સરની પ્રવૃત્તિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૧૬૮
Go To INDEX