________________
છે ત્યારે એકદમ મંદર પર્વતની નજીકમાં પ્રકાશ થતો નથી તેથી મંદર પર્વતના પરિરયના પરિક્ષેપથી વિશેષ પરિમાણ આગળ કહેવામાં આવશે.
આ રીતે સર્વાશ્યન્તરમંડળની અવધિ કરીને તાપક્ષેત્રની સંસ્થિતિ કહી હવે એજ સર્વાત્યંતરમંડળને અવધિરૂપ બનાવીને અંધકારસંસ્થિતિનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી એ વિષયના સંબંધમાં પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે.-(રયા છે જે સંકિયા બંધનારસંર્ડિ માહિતિ વાકના) ત્યારે અંધકારસંસ્થિતિ કેવી રીતે સંસ્થિત કહેલ છે, તે આપ કહે અર્થાત્ સર્વાત્યંતરમંડળના સંચરણકાળમાં કેવા પ્રકાર આકારની અંધકાર સંસ્થિતિ અથવા કેના સંસ્થાન જેવા સંસ્થાનવાળી અંધકાર સંસ્થિતિ કહી છે? તે હે ભગવાન્ આપ મને કહે. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીને પ્રશ્ન પૂછવાથી તેને ઉત્તર આપતાં ભગવાન કહે છે કે (તા ઉદ્ધીમુદ્રધુના પુસંઠિયા તવ નાવ વાણિજિયા વેવ વાઘા) ઉંચા મુખવાળા કલબુકા પુષ્પન સંસ્થાનની જેમ સંસ્થિત યાવત્ બાહ્ય વાતા હોય છે. અર્થાત્ ઉપરની બાજુ ખીલેલા કલંબુકા પુષ્પના જેવા સંસ્થાનવાળી અંધકારની સંસ્થિતિ કહેલ છે, આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. કહેવાનો ભાવ એ છે કે-એ અંધકાર સંસ્થિતિ કેવા પ્રકારની હોય છે એ જીજ્ઞાસા થતાં તેને માટે કહે છે કે તે અંદર એટલેકે મેરૂ પવર્તની દિશામાં વિષ્કભને અધિકૃત કરીને (સંs) કંઈક સંકુચિત અને બહાર એટલે કે લવણસમુદ્રની દિશામાં વિસ્તારવાળી તથા અંતઃ એટલે કે મેરૂ પર્વતની દિશામાં વૃત્ત અર્થાત અર્ધવલયના આકાર જેવા આકારવાળી કારણ કે બધી તરફ વર્લ્ડલ મેરૂના બે દસ ભાગને વ્યાપ્ત કરીને હોવાથી અર્ધવલયાકાર કહેલ છે, પછી લવણસમુદ્રની દિશામાં પૃથલ એટલે કે વિસ્તારવાળી હોય છે, એજ વાત સંસ્થાનના કથનથી સ્પષ્ટ બતાવે છે. મેરૂની દિશામાં અંકમુખ સંસ્થિત અર્થાત્ બદ્ધ પદ્માસનના જેવી તથા બહાર લવણ સમુદ્રની દિશામાં સ્વસ્તિક મુખ (સાથિયા)ને આકારની જેમ સંસ્થિત હોય છે. અહીંયાં અંકમુખ અને સ્વસ્તિકમુખની સ્પષ્ટતા પહેલા કહેવામાં આવેલ પ્રકારથી સમજી લેવી, એ અંધકારની સંસ્થિતિ અને તાપક્ષેત્રની સંસ્થિતિ આ પ્રમાણે છે—બે પ્રકાર હેવાથી બે પ્રકારથી વ્યવ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૮૨