________________
મંગલા ચરણ
મંગલાચરણ નમસ્કાર કરવાવાળા પુરંદરારિ-ઇન્દ્રના મુગટમાંથી ખરેલા ચમકદાર મણીની છાયાથી ભાયમાન એવા જીન ભગવાનના ચરણમાં પરાલક્ષ્મી ચિત્ર વિચિત્ર પ્રકારથી મંગલકારક થાય છે, જેના વિજ્ઞાનરૂપી અપાર સમુદ્રની લહેરોમાં નિમગ્નજને પિતાના કર્મોનો ક્ષય કરીને ભવીયજન આનંદના સુખધામરૂપ મેક્ષને પ્રાપ્ત કરે છે, એવા જીન ભગવાનનું શરણું સ્વીકારું છું. ૧
નીર્મળ એવી કેવળજ્ઞાનની પ્રભા સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે, તથા ત્રણે લેકના મુગુટરૂપ તથા વૈર્યને ધારણ કરવાવાળા વીર ભગવાનને સદા સર્વદા વિજય થાવ તારા
મહાવીર ભગવાન પાસેથી રત્નત્રયને પ્રાપ્ત કરીને ગણિવર્ય શ્રીસુધમાંસ્વામીએ મહાવીર ભગવાને કહેલા અર્થન સંગ્રહ કરવાવાળા તથા દયાળુ એવા સુધર્માસ્વામીને નમસ્કાર કરું છું.
પ્રાસ્તાવિક કથન
તેમની દયાથી પ્રાપ્ત કરેલ વિવેકરૂપી અમૃત બિંદુથી હું ઘાસીલાલ મુની સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા નામની ટીકાની રચના કરું છું. એક
ટીકાર્ય–ત્રણે લોકના નાથ રાગદ્વેષથી રહિત એવા શ્રી મહાવીર સ્વામીના શિષ્ય ભગવાન ગૌતમસ્વામીએ જે નગરીમાં અને ઉદ્યાનમાં સૂર્ય સંબંધી વિષય જાણવાની ઈચ્છાથી ભગવાને પ્રશ્ન પૂછે અને ભગવાને પણ જે રીતે તેનો ઉપદેશ કર્યો તે પ્રગટ કરવાની
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩