________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જીવના દ્વારા બહ, પૃષ્ટ, બદ્ધ સ્પર્શ પૃષ્ટ, સંચિત ચિત, ઉપચિત, આપાકપ્રાપ્ત વિપાકા ફલપ્રાપ્ત આદિપૂર્વોક્ત વિશેષણવાળા ઉચ્ચ ગાત્ર કર્મના અનુભાવ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવન –હે ગૌતમ ! જીવના દ્વારા બદ્ધ ઉચ્ચ ગોત્રના અનુભાવ આઠ પ્રકારના કહેલા છે. તે આ પ્રકારે છે,
(૧) જાતિની વિશિષ્ટતા (૨) કુળની વિશિષ્ટતા (૩) બળની વિશિષ્ટતાં (૪) રૂપની વિશિષ્ટતા (૫) તપની વિશિષ્ટતા (૬) શ્રતની વિશિષ્ટતા (૭) લાભની વિશિષ્ટતા (૮) ઐશ્વર્યની વિશિષ્ટતા જે બાહ્ય વ્યાદિ ગુગલનું વેદન કરાય છે, કેમકે તે દ્રવ્યના સંબન્ધમાં અથવા રાજા આદિ વિશિષ્ટ પુરૂષના પરિગ્રહથી નીચ જાતિમાં જન્મેલે પણ પુરૂષ જાતિ સમ્પન્ન જેમ લોકમાન્ય બની જાય છે.
એ પ્રકારે જાતિ અને કુલની વિશિષ્ટતા સમજવી જોઈએ. જેમ લાકડી ફેરવવાથી મલેમાં જે શારીરિક બળ ઉત્પન્ન થાય છે, તે બળની વિશેષતા છે. વિશેષ પ્રકારના વસ્ત્રો તેમજ અલંકારથી રૂપની વિશિષ્ટતા ઉત્પન્ન થાય છે, પર્વતના શિખર, વિગેરે ઉપર આરૂઢ થઈને આતાપનાલેનારાઓમાં તપની વિશિષ્ટતા થાય છે. રમણીય ભૂમિ પ્રદેશના સમ્બન્ધથી સ્વાધ્યાય કરનારાઓમા શ્રતની વિશિષ્ટતા ઉત્પન્ન થાય છે. બહુમૂલ્ય ઉત્તમરત્ન આદિના
ગથી લાભની વિશિષ્ટતા થાય છે, ધન સુવર્ણ આદિના સમ્બન્ધથી અશ્વર્યની વિશિષ્ટતા ઉત્પન્ન થાય છે. એ પ્રકારે બાહ્ય દ્રવ્ય રૂપ ઘણા બધા પુદ્ગલેનું વેદન કરાય છે, અથવા સ્વભાવતઃ જે પુદ્ગલેના પરિણામ અકસ્માત જલધારાનું આગમન આદિ દવામાં આવે છે.
તેમના પ્રભાવથી ઉચ્ચ ગોત્ર કર્મના ફલનું વેદન કરાય છે એ પ્રકારે ઉગેત્ર કમના ઉદયનું પરતઃ પ્રતિપાદન કરીને હવે તેના સ્વત: ઉથનું કથન કરાય છે ઉચ્ચ
ત્ર કર્મના પુદૂગલેના ઉદયથી યાવત ઉચ્ચગોત્ર કમનું વદન થાય છે, અર્થાત્ જાતિ વિશિષ્ટતા આદિનો અનુભવ કરાય છે. આ જીવના દ્વારા બદ્ધ, પૃષ્ટ યાવત્ ઉચ્ચ ગોત્ર કર્મના આઠ પ્રકારના અનુભાવ કહેવાયા.
હવે નીચગેત્રના અનુભાવનું પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! દ્વારા બદ્ધ, પૃષ્ટ યાવતુ નીચ ગોત્ર કર્મોના અનુભાવ કેટલા પ્રકારના કયા છે?
શ્રી ભગવન–હે ગતમએ જ પ્રકારના છે, અર્થાત ઉચ્ચ ગોત્ર કર્મના અનુસાર જ નીચ ગોત્રકર્મના પણ અનુભાવ આઠ પ્રકારના કહેવામાં આવેલ છે. પણ વિશેષતા એ છે કે નીચ ગોત્રના ફળ ઉચ્ચ ગેત્રના ફળથી વિપરીત હોય છે, જેમકે (૧) જાતિ વિહીનતા (૨) કુલ વિહીનતા (૩) બલ વિહીનતા (૪) રૂ૫ વિહીનતા (૫) તપ વિહીનતા (૬) શ્રત વિહીનતા (૭) લાભ વિહીનતા (૮) ઐશ્વર્ય વિહીનતા,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૭૪