________________
અનુભાવ કહેલા છે
નામકર્મના બે ભેદ છે–શુભનામ કર્મ અને અશુભ નામકર્મ. પ્રથમ શુભ નામકર્માની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમ સ્વામી-હે ભગવન! જીવ દ્વારા બદ્ધ, પૃષ્ટ, બદ્ધપશસ્પષ્ટ, સંચિત, ચિત ઉપચિત, આપામ્રાપ્ત, વિપાકમાપ્ત, ફલપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત સ્વયં ઉદયમાં આવેલા બીજાના દ્વારા ઉદરિત, અથવા બન્ને દ્વારા ઉદીયાણ શુભ નામકર્મના અનુભાવ કેટલા પ્રકારના કહ્યા છે?
શ્રીભગવાન-હે ગૌતમ! જીવના દ્વારા બદ્ધ, સ્પષ્ટ થાવત્ શુભનામ કર્મના વિપાક ચૌદ પ્રકારના કહ્યા છે. તે આ પ્રકારે છે- (૧) ઈટશબ્દ (૨) ઈટરૂપ (૩) ઈષ્ટગંધ (૪) ઈન્ટરસ (૫) ઈષ્ણસ્પર્શ (૬) ઈટગતિ (૭) ઈષ્ટરિથતિ (૮) ઈટલાવણ્ય (૯) ઈષ્ટ યશકીતિ (૧૦) ઈષ્ટ ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરૂષકાર, પરાક્રમ (૧૧) ઈષ્ટ સ્વરતા (૧૨) કાન્તસ્વરતા (૧૩) પ્રિય સ્થરતા અને (૧૪) મનોજ્ઞસ્વરતા.
ઈબ્દનો અર્થ છે અભિલષિત, નામકર્મનું પ્રકરણ હોવાથી અહીં પિતાના જ શબ્દ આદિ સમજવા જોઈએ. ઈષ્ટગતિને અભિપ્રાય છે- દેવગતિ અને મનુષ્યગતિ અથવા હાથી જેવી ઉત્તમચાલ, ઇષ્ટસ્થિતિનો અર્થ છે. ઇષ્ટ અને સહજ સિંહાસન આદિપર આરોહણ રૂપસ્થિતિ. કાન્તિવિશેષને લાવણ્ય કહે છે અથવા કુંકુમ આદિના વિલેપનથી ઉત્પન્ન થનારી સુંદરતાને લાવણ્ય કહે છે. વિશિષ્ટ પરાક્રમ પ્રદર્શિત કરવાથી થનારી ખ્યાતિને યશ કહે છે. અને દાનપુણ્ય આદિથી થનારી ખ્યાતિ કીતિ કહેવાય છે. શરીર સમ્બન્ધી ચેષ્ટા ઉત્થાન છે, ભ્રમણ, રેચન, આદિને કર્મ કહે છે, શારીરિક શક્તિને બળ, આત્માથી ઉત્પન્ન થનાર સામર્થ્યને વર્ય, આત્મજન્ય અભિમાન વિશેષને પુરુષાકાર, અને પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરનારા, પુરૂષાર્થને પરાક્રમ કહે છે, વીણા આદિના સમાન વલભસ્વર ઈષ્ટ સ્વર કહેવાય છે. કોયલના સ્વરની સમાન કમનીય રવર કાન્તરવર કહેવાય છે. ઈષ્ટસિદ્ધિ આદિ સમ્બન્ધી સ્વરના સમાન જે સ્વર વારંવાર અભિલાષણય થાય તે પ્રિયસ્વર છે. વાંછિત લાભ આદિના સમાન જે સ્વર સ્વાશ્રયમાં પ્રતીતિ ઉત્પન્ન કરનાર થાય તે મનોજ્ઞ સ્વર કહેવાય છે. સર્વત્ર ભાવને સૂચિત કરવાને માટે “તા” પ્રત્યય જોડેલો છે.
હવે શુભ નામકર્મના ઉદયનું પ્રતિપાદન કરે છે –
વીણુ, વિષ્ણુ, વર્ણ, ગબ્ધ, તાબુલ, પટ્ટામ્બર, પાલખી, સિંહાસન, કુંકુમ આદિ પુદગલનું વેદન કરાય છે, તેથી વીણા આદિના સમ્બન્ધથી શબ્દ આદિનું ઈષ્ટપણું સૂચિત કરાયેલ છે. અથવા જે ઘણા વીણા વેણુ આદિ પુદ્ગલનું વેદન કરાય છે, અથવા જે બ્રાહ્મીઔષધી આદિના આહાર પરિણામરૂપ પુદ્ગલ પરિણામનું વદન કરાય છે. અથવા સ્વભાવથી શુભ મેઘ આદિ જે પુદ્ગલ પરિણામનું વેદન કરાય છે, કેમકે વર્ષાકાલિન મેઘાની ઘટા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫