________________
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન! જીવ જ્ઞાનાવરણીય પ્રકૃતિનું વેદન કરે છે?
શ્રીભગવાન છે તમ ! કોઈ કોઈ જીવ વેદન કરે છે, કે કઈ નથી વેદન કરતા તાત્પર્ય એ છે કે જેના ઘાતક કર્મોનો ક્ષય નથી , તે વેદન કરે છે, જેના ઘાતક કર્મોને ક્ષય કરી નાખ્યા છે, તે જીવ નથી વેદન કરતા.
ચોવીસ દંડકના કમથી એજ અર્થની પ્રરૂપણ કરાય છે –
શ્રીગૌતમ સ્વામી–હે ભગવન્ ! શું નારક જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે ? શ્રીભગવાન -હે ગતમ ! નારકજીવ નિયમથી જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે. એ જ પ્રકારે વૈમાનિક સુધી બધાના વિષયમાં કહેવું જોઈએ. વિશેષતા એ જ છે કે મનુષ્યનું કથન સમુચ્ચય જીવની સમાન સમજવું જોઈએ.
તાત્પર્ય એ છે કે, જ્ઞાનાવરણીય કર્મનું વેદન કે મનુષ્ય કરે છે, કોઈ મનુષ્ય નથી કરતા, પણ અસુકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, તિર્યય પંચેન્દ્રિય, વાનન્તર, જયતિષ્ઠા અને વૈમાનિક નિયમથી જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે. જ તેનું કારણ એ છે કે, મનુષ્ય જીવના સિવાય અન્ય કોઈ પણ જીવ ઘાતિ કર્મોના ક્ષય કરવા વાળા પણ હોય છે, તેથી કઈ જ્ઞાનાવરણીય કર્મનું વદન નથી પણ કરતા.
એ પ્રકારે એકવચન દ્વારા પ્રરૂપણ કરીને હવે બહુવચનથી પ્રરૂપણ કરે છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન શું જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે?
શ્રીભગવાન–હે ગૌતમ ! જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે, અર્થાત એકવચનની પ્રરૂપણામાં કહ્યા અનુસાર કોઈ જીવ જ્ઞાનાવરણીય કર્મનું વદન કરે છે, કોઈ નથી પણ કરતા, નારક, અસુરકુમાર આદિભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વાદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, વાનવન્તર, જતિષ્ઠ, અને માનિક નિયમથી જ્ઞાનાવરણય કર્મનું વેદન કરે છે. કેમકે આ બધા ઘાતિક કર્મોનો ક્ષય કરવામાં સમર્થ નથી થતા, મનુષ્ય કેઈ વેદન કરે છે કેઈ નથી વેદન કરતા કેમકે, કેઈ કે મનુષ્ય ઘાતિકને ક્ષય કરી રહેલા પણ હોય છે. જેણે ઘાતિયા કર્મો ક્ષય કર્યો છે તેઓ જ્ઞાનાવરણીય કર્મનું વેદન નથી કરતા અને જેઓના ઘાતિયા કર્મોનો ક્ષય નથી થયે, તેઓ તેમનું વેદન કરે છે.
એજ પ્રકારે દર્શનાવરણીય મોહનીય અને અન્તરાયની બાબતમાં એકવચન અને બહુવચનને લઈને કથન કરવું જોઈએ. પણ વેદનીય, આયુ, નામ અને ગોત્ર કર્મોના સમ્બન્ધમાં કાંઈક ભિન્નતા છે. તેમને મનુષ્ય પણ નિયમે કરીને વેદે છે, કેમ કે આ ચાર અષાતિયા કમ મનુષ્યને પણ ચીદમાં ગુણસ્થાનના અન્ત સુધી, લાગી રહે છે અને તેમનું વદન પણ થયા કરે છે.
સમુચ્ચયજીવ અગર જીવોના વિષયમાં એજ કહેવું જોઈએ કે આ વેદનીય, આયુ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૫૯