________________
- 9
હવે અઢારમા પાપસ્થાનથી વિરતને માટે આરંભિકી ક્રિયાની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શું મિથ્યાદર્શન શલ્યથી વિરતજીવને આરંભિક ક્યિા થાય છે? યાવત શું પરિગ્રહિક ક્રિયા થાય છે, શું માયાપ્રત્યયા ક્રિયા થાય છે, શું અપ્રત્યાખ્યાન ક્રિયા થાય છે ? શું મિથ્યાદર્શન પ્રત્યયા કિયા થાય છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ! મિથ્યાદર્શન શલ્યથી વિરતજીવને આરંભિકી ક્રિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી, તાત્પર્ય એ છે કે, પ્રમત્ત સંયત પર્યત મિથ્યાદર્શન શલ્યથી વિરતજીને આરંભિકી ક્રિયા થાય છે, અન્યને નહીં. એજ પ્રકારે પારિગ્રહિક ક્રિયા, માયાપ્રત્યયા કિયા અને અપ્રત્યાખ્યાન ક્રિયા પણ કદાચિત થાય છે. કદાચિત નથી થતી, અભિપ્રાય એ છે કે-મિથ્યાદર્શન શલ્યથી વિરતને પરિગ્રાહિકી કિયા દેશ વિરત સુધી થાય છે, તેનાથી આગળ નથી થતી. માયાપ્રત્યયા કિયા પણ સૂમ સમ્પરાય પિયત થાય છે, આગળ નહીં, અપ્રત્યાખ્યાન કિયા અવિરત સમ્યક પર્યત થાય છે, તેનાથી આગળ નહીં પરંતુ જે જીવ મિથ્યાદર્શન શલ્યથી વિરત છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા નથી થઈ શકતી, કેમકે એમ થવાનો સંભવ નથી,
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ મિથ્યાદર્શન શલ્યથી વિરત નારકને આરંભિકી કિયા થાય છે? યાવત્ શું પારિગ્રહિક કિયા થાય છે? શું માયાપ્રત્યયા ક્રિયા થાય છે? શું અપ્રત્યાખ્યાન કિયા થાય છે? શું મિથ્યાદર્શન પ્રત્યયા કિયા થાય છે? * શ્રી ભગવાન–હે ગૌતમ ! મિથ્યાદર્શન શલ્યથી વિરત નારક જીવને આરંભિકી ક્રિયા થાય છે યાવત-પારિશ્રીહકી ક્રિયા થાય છે, માયાપ્રત્યયા ક્રિયા થાય છે અને અપ્રત્યાખ્યાન ક્રિયા પણ થાય છે, પણ મિથ્યાદર્શન પ્રત્યયા યિા નથી થતી.
એજ પ્રકારે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદીધકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર, તેમજ સ્વનિતકુમારને પણ જે મિથ્યાદર્શન શલ્યથી વિરત છે, આરંભિકી ક્રિયા થાય છે, પરિગ્રહિક કિયા થાય છે, માયાપ્રત્યયા કિયા થાય છે અને અપ્રત્યાખ્યાન કિયા થાય છે, પણ મિથ્યાદર્શન પ્રત્યયાકિયા નથી થતી. - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! મિથ્યાદર્શન શલ્યથી વિરત પંચેન્દ્રિય તિર્યંચને શું આરંભિકી ક્રિયા પારિગ્રહિક ક્રિયા, માયાપ્રત્યયા કિયા અપ્રત્યાખ્યાન પ્રત્યયા કિયા અને મિયાદર્શન પ્રત્યયા કિયા થાય છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ! મિથ્યાદર્શનશલ્યથી વિરત તિર્યંચ પંચેન્દ્રિયને આરંભિકી ક્રિયા થાય છે, યાવત-પારિગ્રહિક ક્રિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી, અર્થાત્ કોઈને થાય છે, કોઈને નથી થતી. આશય એ છે કે દેશ વિરતિ પંજયતિય અને અપ્રત્યાખ્યાન ક્રિયા નથી થતી,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
પર