________________
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! એ પુદ્ગલેને આહારકસ મુદ્દઘાત કરનારા કેટલા સમયમાં બહાર કાઢે છે ?
શ્રી ભગવાન ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તમાં અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂતમાં આહારકસમુદ્દઘાતગત પુદ્ગલેને બહાર કાઢે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! બહાર કાઢેલા તે પુદ્ગલ જે ક્ષેત્રમાં વ્યાપ્ત થાય છે, તે ક્ષેત્રમાં સ્થિત જે પ્રાણે, ભૂત, છે અને સને ઘાત કરે છે, યાવ–તેમને આવર્ત પતિત કરે છે, પશે કરે છે, સંઘાતિત કરે છે, સંઘથ્રિત કરે છે, પરિતાપ પહે ચાડે છે, મૂછિત કરે છે. પ્રાણથી રહિત કરે છે, તેમના કારણે જીવ કેટલી ક્રિયાવાળા થાય છે–તે જીવને કેટલી ક્રિયાઓ લાગે છે?
શ્રી ભગવાન-હે ગીતમ! કદાચિત્ ત્રણ, કદાચિત્ ચાર અને કાચિત પાંચ ક્રિયાઓ આહારકસમુદ્દઘાતગત જીવને લાગે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આહારકસમુદુઘાતગત પગલે દ્વારા પૃષ્ટ તે જીવ આહારકસમુદ્રઘાતવાળા જીવના નિમિત્તથી કેટલી ક્રિયાવાળા થાય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! એજ પ્રકારે સમજવું અર્થાત્ કદાચિતું કેઈ ત્રણ ક્રિયાં. વાળા હોય છે, કદાચિત કોઈ ચાર કિયાવાળા અને કદાચિત્ પાંચ કિયાવાળા હોય છે.
તાત્પર્ય એ છે કે આહારકસમુદ્રઘાત દ્વારા બહાર કાઢેલાં પગલેથી પૃrટ થયેલ તે છે જ્યારે આહારકસમુઘાત કરનારા મનુષ્યને કોઈ પ્રકારની પીડા પહોંચાડવામાં સમર્થ નથી થતા ત્યારે ત્રણ કિયાવાળા હોય છે, જ્યારે તેમને પરિતાપ પહોંચાડે છે, ત્યારે ચાર કિયાવાળા હોય છે, કેમકે શરીરથી પૃષ્ટ થતા વિંછી વગેરે પરિતાપજનક જેવામાં આવે છે. જ્યારે તે જીવે તે આહારકસમુદ્રઘાત કર્તાને જીવન રહિત કરે છે તે પાંચ કિયાએ વાળા થાય છે, કેમકે શરીરથી સ્પષ્ટ થનારા સર્પ આદિ જીવન રહિત કરનારા પણ જેવામાં આવે છે,
હવે આહારકસમુદ્રઘાત કર્તા જીવના દ્વારા મારી નાંખાનારા જીવના દ્વારા જે બીજા જીવ મારી નખાય છે અને અન્ય જીવે દ્વારા મારી નખાનારા આહારકસમુદઘ ત કર્તા જીવના દ્વારા મારી નખાય છે તેમની અપેક્ષાએ ક્રિયાઓનું નિરૂપણ કરે છે–
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! આહારકસમુદ્દઘાત કરનારા તે જીવ અને આહારક સમુદ્દઘાતગત જીવ સંબંધી પુદ્ગલ દ્વારા પૃષ્ટ તે જ અન્યપ્રાણિ પરંપરાથી ઘાત કરે છે, તે ઘાતના કારણે તેમને કેટલી ક્રિયાઓ થાય છે?
શ્રી ભગવા–હે ગૌતમ! પૂર્વોક્ત યુક્તિના અનુસાર તેઓ ત્રણ કિયાવાળા પણ હોય છે, ચાર ક્રિયાવાળા પણ હોય છે અને પાંચ ક્રિયાવાળા પણ હોય છે. તે પાંચ ક્રિયાઓ આ છે-કાયિક, આધિકરણિકી, પ્રાÀષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિક,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૧૩