________________
ઘાત કહેવા જોઈએ. એ પ્રકારે બહુવચન સમ્બન્ધી વેદના સમુદ્રઘાતના આલાપક પણ બધે મળીને એક હજાર છપ્પન હોય છે.
વેદના મુદ્દઘાતના સમાન કષાયસમુઘાત મારણતિકસમુદ્દઘાત ક્રિયસમુદ્દઘાત અને તેજસ સમુદ્રઘાત પણ નારકથી લઈને વૈમાનિકે સુધી, વીસે દંડકોમાં કહેવા જોઈએ. એ પ્રકારે કષાય સમુદ્રઘાત આદિના પણ પ્રત્યેકના એક હજાર છપન આલાપક હોય છે. વિશેષ વાત એ છે કે-ઉપગ લગાવીને અથત ધ્યાન રાખીને જે સમુદુઘાતનો જ્યાં સંભવ હોય ત્યાં તેજ અતીત અને અનાગત સમુદ્રઘાત કહેવા જોઈએ. અર્થાત્ જે સમુદ્દઘાતનો જ્યાં સંભવ ન હોય, ત્યાં તેમનું કથન ન કરવું જોઈએ.
એ જ કથનનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે-જે નારકાદિ અથવા અસુરકુમારદિના વેકિય અને તૈજસ સમુદ્દઘાતને સંભવ છે, તેમનામાં જ તેમના કથન કરવું જોઈએ. તેનાથી અતિરિક્ત પૃથ્વીકાયિક આદિમાં ન કરવા જોઈએ. કેમ કે તેમને ત્યાં સંભવ નથી, કષાયસમુદ્દઘાત અને મારણતિક સમુદુઘાત સર્વત્ર સમાન રૂપથી વેદનાસમુદ્રઘાતની જેમ જ કહી લેવા જોઈએ અથર્ અતીત અને અનાગત અનન્ત કહેવા જોઈએ, કોઈ પણ દંડકમાં તેને નિષેધ ન કરવું જોઈએ.
હવે આહારક સમુદૃઘાતની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! નારકોના નારક અવસ્થામાં અતીત આહારક સમુદ્રઘાત કેટલા છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! નાર નારક અવસ્થામાં અતીત આહારક સમુદ્દઘાત નથી થતા. આહારક સમુદુઘાત આહારક શરીરથી જ થાય છે અને આહારક શરીર આહારક લબ્ધિની વિદ્યમાનતામાં જ થઈ શકે છે. આહારક લબ્ધિ ચૌદ પૂર્વનું જ્ઞાન થતાં થાય છે અને ચૌદપૂર્વનું જ્ઞાન મનુષ્યાવસ્થામાં જ થાય છે. કેઈ પણે બીજા પર્યાયમાં તેને સંભવ નથી. એ કારણે મનુષ્યતર અવસ્થાએામાં અતીત અથવા અનાગત આહારક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૭ર