________________
આદિ ભવનપતિ, પૃથ્વી કાયિક આદિ એકેન્દ્રિ, નિકલેન્દ્રિય, તિય પંચેન્દ્રિ, મનુષ્ય, વાનવંતરે, તિષ્ક અને વૈમાનિકમાં પણ શી 1, Gણ વેદનાને અનુભવ કડે જઈએ.
આમનામાં પૃથ્વી કાચિકેથી લઈને મનુષ્ય સુધી બરફ વગેરે પડવાથી શીત વેદના આવે છે, અગ્નિ વગેરેનો સંપર્ક થવાથી ઉણ વેદના વેદે છે અને વિભિન્ન અવયવમાં બંને પ્રકારનાં પુદ્ગલોને સંગ થવાથી શીતષ્ણ વેદના અનુભવે છે નાથકુમાર વગેરે ભવનપતિઓ, વ્યન્તરે, જે તિષ્ક અને વૈમાનિકોના કથન અસુરકુમારનાં જેવાં જ સમજી લેવા જોઈએ.
હવે બીજી રીતે વેદનાનું નિરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી-હે ભગવન! વેદના કેટલા પ્રકારની કહેવાઈ છે?
શ્રી ભગવાન–ડે ગૌતમ! ચાર પ્રકારની વેદના કહેવાઈ છે. તે આ પ્રમાણે છેદ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી વેદનાની ઉત્પત્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલથી અને ભાવ રૂપ સામગ્રી થી થાય છે, કેમકે વસ્તુ દ્રવ્ય આદિ સામગ્રીના વશથી જ ઉત્પન્ન થાય છે. દ્રવ્ય પુદંગલેનાં સંબંધથી ઉત્પન્ન થનારી વેદના દ્રવ્ય વેદના કહેવાઈ છે
નારક આદિના ઉપપત ક્ષેત્ર આદિના સંબંધથી જે વેદના ઉત્પન્ન થાય છે, તે ક્ષેત્ર વેદના કહેવાય છે કાલ (મોસમ આદિ) ના નિમિત્તથી થનારી વેદના કાલવેદના કહેવાય છે અને વેદનીય કર્મના ઉદય રૂ૫ પ્રધાન કારણથી ઉત્પન્ન થતી વેદના ભાવ વેદના કહેવાય છે. ચાર પ્રકારની વેદનાનું એ પીસ દંડકમાં નિરૂપણ કરવામાં આવે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક શું દ્રથ ધી વેદના અનુભવે છે? ક્ષેત્રથી વેદના અનુભવે છે? કાલથી વેદના અનુભવે છે? અથવા ભાવથી વેદના અનુભવે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નારક દ્રવ્યથી પણ વેદના અનુભવે છે, ક્ષેત્રથી પણ વેદના અનુભવે છે, કાલથી પણ વેદના અનુભવે છે અને ભાવથી પણ વેદના અનુભવે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૩૦