________________
સ્પર્ધક રૂપ અવધિવાળા અથવા વિચ્છિન્ન અવધિવાળા નથી હોતા. - નારકેની સમાન જ અસુરકુમાર, નાગકુમાર. સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર પણ અવધિના મધ્યમાં જ રહે છે, બહાર નથી રહેતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પંચેદ્રિયતિર્યંચ શું અવધિની અંદર હોય છે અથવા બહાર હોય છે?
શ્રી ભગવન-હે ગૌતમ! પદ્રિયતિર્યંચ અવધિની અંદર નથી હોતા બહાર હોય છે. પંચેન્દ્રિયતિયાના ભવને સ્વભાવ જ એ છે કે તેમના અવધિ સ્પર્ધકરૂપ હોય છે. અથવા વચમાં વચમાં છેડીને પ્રકાશ કરનારા હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! મનુષ્ય અવધિજ્ઞાનની અંદર હોય છે કે બહાર હોય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! મનુષ્ય અવધિજ્ઞાનના મધ્યવતી પણ હોય છે અને બહિર્વતી પણ હોય છે. પિતાના ભવ સ્વભાવના કારણે તેઓ બંને પ્રકારના હોય છે.
વાવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિકોનું કથન નારકોની સમાન છે, અર્થાત જેવા નારક અવધિના મધ્યવતી હોય છે, બહિર્વત નથી હોતા, એજ પ્રકારે વાતવ્યન્તર,
તિષ્ક અને વૈમાનિક દેવ પણ અવધિને મધ્યવતી હોય છે. યુક્તિપૂર્વવત્ સમજી લેવી જોઈએ.
હવે પાંચમા દ્વારનું નિરૂપણ કરાય છે–
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારકોના અવધિ શું દેશાવધિ હોય છે અથવા સર્વાવધિ હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! નારકને દેશાવધિ હોય છે, સર્વાવધિ નથી હતા એ પ્રકારે અસુરકુમારે, નાગકુમારે, સુવર્ણકુમારે, અગ્નિકુમાર, વિકુમાર, ઉદધિકુમારે, દ્વીપકુમારો, દિશાકુમારે, વાયુકુમારે, અને સ્વનિતકુમારે પણ દેશાવધિ જ હોય છે, સર્વાવધિ નથી હોતા.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૦૨