________________
તેઓમાંથી કાયિકી ક્રિયા, હાથ, પગે આંખ આદિના વ્યાપાર રૂપ છે અર્થાત શરીરથી અગર શરીરના કેઈ અવયવથી થનારી ક્રિયા કાયિકી કહેવાય છે. અસિ, (ગ) આદિને તૈયાર કરવા તે અધિકરણિકી ક્રિયા કહેવાય છે. અધિકરણ અર્થાત હિંસાના સાધન, તેમના નિમિત્તથી થનારી કિયા આધિકરણિકી કિયા કહેવાય છે. હું અને મારૂં” એ પ્રકારને મનમાં અશુભ સંકલ્પ કરે એ પ્રાષિકી ક્રિયા છે. ચાર ક્રિયા એ, કાયિક, આર્થિકરણિકી, પ્રાષિકી અને પારિતાપનિકી સમજવી જોઈએ. - બીજાને પરિતાપ પહોંચાડવાથી તલવાર (ખગ) આદિના આઘાત કરવાથી થનારી કિયા પારિતાપનિકી ક્રિયા કહેવાય છે.
પાંચમી કિયા પ્રાણાતિપાતની છે. પ્રાણોને અતિપાત અર્થાત વ્યપરોપણ કરવાથીજીવનથી રહિત કરવાથી થનારી ક્રિયા પ્રાણાતિપાતિની ક્રિયા કહેવાય છે. એ પ્રકારે કાર્યરૂપ જ્ઞાનાવરણીય કર્મના દ્વારા કારણરૂપ પ્રાણાતિપાતની ઉત્પત્તિ ના ભેદ પ્રદર્શિત કરેલા છે. તેના ભેદથી બંધમાં પણ ભેદ થાય છે. કહ્યું પણ છે-ત્રણ ક્રિયાઓથી,ચાર ક્રિયાઓથી અને પાંચ ક્રિયાઓથી ક્રમશહિંસા થાય છે અને એનાથી બન્યમાં પણ વિશેષતા થઈ જાય છે, અગર વેગ અને પ્રદ્રષની સમાનતા થાય છે
હવે તે બતાવાય છેકે નારકથી લઈને વીસ દંડકેના ક્રમથી વૈમાનિક સુધી એજ પ્રકારે કહેવું જોઈએ-સમુચ્ચય જીના વિષયમાં જે કથન કરવામાં આવેલ છે, તેના અનુસાર નારકથી પ્રારંભ કરીને અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ, મનુષ્ય, વનવ્યન્તર, જોતિષ્ક અને વૈમાનિક જ્ઞાનવરણીય કર્મને બંધ કરવા છતાં કદાચિત ત્રણ કિયાવાળા હોય છે. કદાચિત ચાર કયાવાળા હોય છે. અને કદાચિત પાંચ કિયાવાળા હોય છે,
એ પ્રકારે આ ફલિત થયું કે એક વિશિષ્ટ અર્થાત એક સંખ્યક નારકથી લઈને વૈમાનિક સુધી કઈ પણ જીવ કેમ ન હોય તે જ્ઞાનાવરણીય કર્મને બધ કરવા છતાં કદાચિત ત્રણ ક્રિયાઓથી, કદાચિત ચાર ક્રિયાઓથી અને કદાચિત્ પાંચ કિયાઓથી, જેનો ઉલ્લેખ પહેલા કરેલો છે. પ્રાણાતિપાતને પરિ સમાપ્ત કરે છે. એ પ્રકારે એક વચન રૂપથી વીસ દંડકનું પ્રતિપાદન કરીને હવે બહુવચન રૂપમાં ચેવીસ દંડકોનું નિરૂપણ કરે છે. ( શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! (ઘણા) છ જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરતે છતે કેટલી કિયાવાળા હોય છે ? અર્થાત્ કેટલી ક્રિયાઓ દ્વારા પ્રાણાતિપાતને સમાપ્ત કરે છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! કદાચિત્ ત્રણ ક્રિયાવળા, કદાચિત ચારકિયાવાળા અને કદાચિત પાંચ કિયાવાળા પણ અનેક જીવો હોય છે. તેથી ઘણું જ જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરવા છતાં પણ સદૈવ ત્રણ કિયાવાળા પણ મળી આવે છે, ઘણું જ ચાર કિયાવાળા પણ મળી આવે છે અને ઘણા જીવો પાંચ કિયાવાળા પણ મળે છે. અહીં આ એક ભંગ થાય છે. બીજે કઈ વિકલ્પ ન હોવાથી આ અભંગક છે. એ પ્રકારે જેમ સમુચ્ચય જીવનમાં પણ અભંગ છે. એજ પ્રમાણે નારક વિગેરે ચોવીસે દંડકમાં પણ દરેકમાં અભંગક જાણવા જોઈએ તેઓ પણ જ્યારે જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે, તે સદૈવ ઘણું બધા ત્રણ કિયાવાળા મળે છે, ઘણા બધા ચાર ક્રિયાવાળા મળે છે. અને ઘણું બધા પાંચ કિયાવાળા પણ મળે છે. આજ અભિપ્રાયને પ્રગટ કરવાને માટે સૂત્રકાર કહે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૬