________________
રત્નપ્રભા, શર્કરા પ્રભા આદિથી પૃથફ જ વરતુ છે, ઈત્યાદિ.
- તથા વર્ષોથી અર્થાત્ ત આદિ વર્ણોના ભેદથી, શુકલ આદિ ગુણોના ઉત્કર્ષ તેમજ અપકર્ષ રૂપ સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ, અને અનન્ત ગુણના વિભાગથી તથા ગંધ, રસ અને સ્પર્શના વિભાગથી, તથા સંસ્થાનોથી, અર્થાત્ રત્નપ્રભામાં બનેલ ભવને તેમજ નરકાવાસેની રચનાના આકારોથ જેમકે–તે ભવનો બહારથી ગેળ અને અંદરથી ચતુરસ છે, નીચે પુષ્કરની કર્ણિકાના આકારના છે. એ જ પ્રકારે નરક અંદરથી ગોળ છે, બહારથી ચતુર, અને નીચે ખુરપા (અસ્ત્રા)ના આકારના છે ઈત્યાદિ.
તથા પ્રમાણેથી અર્થાત્ લંબાઈ મેટાઈ વિસ્તાર આદિ રૂપ પરિણામોથ, જેમકે, એક લાખ એંસી હજાર જન મેટાઇવાળી, તથા રજજુ પ્રમાણ લંબાઈ-પહોળાઈવાળી ઇત્યાદિ પ્રત્યવતારોથી અર્થાત્ ઘનાદધિ આદિ વલથી જે પુરેપુરા વ્યાપ્ત કરી દે તેને પ્રત્યવતાર કહે છે. ઘનેદધિ આદિવલય બધી દિશાઓમાં અને બધી વિદિશાઓમાં રત્નપ્રભ પૃથ્વીને વ્યાપ્ત કરીને રહેલા છે, તેથી તેઓ પ્રત્યવતાર કહેવાય છે.
તાત્પર્ય એ છે કે શું કેવલી ભગવાન આકારાદિથી રત્નપ્રભા પૃથિવીને જે કેવલજ્ઞાનથી જાણે છે, તે જ સમયમાં કેવલદર્શનથી દેખે પણ છે ? અને જે સમયમાં કેવલ દર્શનથી દેખે છે શું તે જ સમયમાં કેવલજ્ઞાનથી જાણે પણ છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ આ વાત યુક્તિ સંગત નથી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શા હેતુથી એમ કહેવાય છે કે કેવલી જે સમયે આ રત્નપ્રભા પૃથ્વીને આકારે , હેતુઓ, ઉપમાઓ, દષ્ટાન્ત, વર્ણ, સંસ્થાને પ્રમાણે અને પ્રત્યવતાથી જે સમયમાં દેખે છે, તે સમયમાં જાણતા નથી ? | શ્રી ભગવાન-હે ગૌતમ! કેવલી ભગવાનનું જ્ઞાન સાકાર અર્થાત્ વિશેનું ગ્રાહક હોય છે અને દર્શન અનાકાર અર્થાત્ સામાન્યનું ગ્રાહક હોય છે. તેથી જ કેવી જ્યારે જ્ઞાન દ્વારા વિશેષ પરિચ્છેદ કરે છે ત્યારે જાણે છે એમ કહેવાય છે અને જ્યારે દર્શન દ્વારા સામાન્યને ગ્રહણ કરે છે ત્યારે દેખે છે એમ કહેવાય છે. કેવલીનું જ્ઞાન સાકાર અર્થાત્ વિશેષનું ગ્રાહક હેવ છે, અન્યથા તે જ્ઞાન જ નથી કહી શકાતું, કેમકે, વિશેષ ગ્રાહક બોધ જ જ્ઞાનનો અર્થ છે. કહ્યું પણ છે–“વિવં પુનર્ણા” અર્થાત્ જે વિશેષ યુક્ત વસ્તુને જાણે છે, તે જ જ્ઞાન છે. દર્શન અનાકાર અથાત્ સામાન્યનું ગ્રાહક હોય છે. કહ્યું પણ છે–પદાર્થોના વિશેષ રહિત ગ્રહણને દર્શન કહે છે.
જીવતા કેટલાક પ્રદેશમાં જ્ઞાન અને કેટલાક પ્રદેશમાં દર્શન થાય, એ પ્રકારે ખંડશઃ જ્ઞાન અને દર્શનને સંભવ નથી, પણ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે પુરેપુરૂં જ્ઞાન જ થાય છે અને જ્યારે દર્શન થાય છે, ત્યારે પુરેપુરું દર્શન જ થાય છે. જ્ઞાન અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૭૭