________________
સમાન નથી. એ કારણે ઉપગથી પશ્યન્તાને અલગ કહેવી આવશ્યક છે જેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ સાકારપયોગના આઠ ભેદ છે, પણ સાકાર પશ્યનાના છ જ ભેદ છે. મતિજ્ઞાન અને મત્યજ્ઞાનરૂપ બે પ્રકારની પશ્યન્તાને સ્વીકાર નથી કરે. એનું કારણ એ છે કે ખૂબ લાંબા સમય સુધી જોવું સાકાર પશ્યન્તા કહેવાય છે અને સારી રીતે સ્પષ્ટ જેવું અનાકાર પશ્યન્તા કહેવાય છે.
આ વ્યાખ્યાના અનુસાર જે જ્ઞાન દ્વારા વૈકાલિક બંધ થાય, તેજ જ્ઞાન દીર્ઘ કલા વિષયક હોવાને લીધે પશ્યતા કહેવાય છે, તેનાથી ભિન્નજ્ઞાન પશ્યન્તા નથી કહેવાતું. પણ મતિજ્ઞાન અને મત્યજ્ઞાન ઉત્પન્ન પણ અવિનષ્ટ પદાર્થને ગ્રહણ કરે છે, તેથી જ વર્તન માન કાલિક પદાર્થને જ વિષય કરવાના કારણે તેને પશ્યન્તા કહેવાતી નથી.
કહ્યું પણ છે-“જે જ્ઞાન અવગ્રહાદિ રૂપ હેય વર્તમાન કાલિક વસ્તુનું ગ્રાહક હેય અને ઇન્દ્રિય તથા મનના નિમિત્તથી ઉત્પન્ન થાય, તેને આભિનિધિક જ્ઞાન (મતિજ્ઞાન) કહે છે. એ જ પ્રકારે મતિજ્ઞાન અને મત્યજ્ઞાન, એ બન્ને સ કાર પશ્યન્તા નથી. શ્રુતજ્ઞાન આદિ છ ત્રિકાલ વિષયક હોવાને કારણે સાકાર પશ્યન્તા શબ્દના વાચ્ય થાય છે. એ છએ અતીત અને અનાગત વિષયના ચાહક છે. એ વિષયમાં પ્રમાણ એ છે-જે જ્ઞાન ત્રિકાલ વિષયક હેય, આગમ-ગ્રન્થનું અનુસરણ કરનાર હોય અને ઇન્દ્રિય તથા મનના નિમિત્તથી ઉત્પન થાય તેને જિનેન્દ્રદેવ શ્રુતજ્ઞાન કહે છે કે ૧ !
અવધિજ્ઞાન પણ અસંખ્યાત અતીતકલિક અને અનાગત કાલિક ઉત્સપિણિ – અવસર્પિણિયોને જાણવાના કારણે ત્રિકાલ વિષયક છે મન:પર્યવજ્ઞાન પણ પલ્યોપમને અસંખ્યાત ભાગ પ્રમાણ અતીત અને અનાગત કાળને પરિચોદ હોવાથી ત્રિકાલ વિષયક છે. કેવલજ્ઞાન સંપૂર્ણકાળને વિષય કરે છે.
તેથી તેની ત્રિકાલ વિષયકતા તે પ્રસિદ્ધ છે. શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પણ ત્રિકાલ વિષયક હોય છે, કેમ કે એ બને અતીત અને અનાગત ભાવના પરિચછેદક થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૭૦