________________
પ્રત્યેકમાં ત્રણ ભંગ જાણવા જોઈએ. ઉ૫પાતના વિરહમાં પ્રથમ ભંગ ઘટિત થાય છે, અને એકાદિ સંખ્યામાં ઉત્પત્તિ થતા શેષ બે ભંગ ઘટિત થાય છે. પણ પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજવિક, વાયુકારિક અને વનસ્પતિકયિક એકેન્દ્રિય જીવોમાં એક જ ભંગ મળી આવે છે. ઘણું આહારક અને ઘણુ અનાહારક. તેનું કારણ એ છે કે, પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક અને વાયુકાચિકેમાં પ્રત્યેક સમયે અસંખ્યાત જીવ ઉત્પન્ન થનારા હોય છે અને વનસ્પતિકાયમાં પ્રતિ સમય અનઃ જીવ વિગ્રહ ગતિથી ઉત્પન્ન થઈ રહેલા હોય છે, એ કારણે તેઓમાં સદૈવ અનહારક પણ ઘણાં મળી આવે છે. સિદ્ધોમાં અનાહારક આ એક જ ભંગ મળી આવે છે, કેમકે સિદ્ધ જીવ બધા શરીરિથી રહિત હોવાના કારણે આહારક નથી હોતા અને તેઓ સદૈવ ઘણું સંખ્યામાં અનાહારક મળી આવે છે.
હવે બીજા ભવ્ય દ્વારની પ્રરૂપણા કરાય છે—
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ભવસિદ્ધિક જીવ કદાચિત આહારક હોય છે, કદાચિત અનાહારક હોય છે. તાત્પર્ય એ છે કે વિગ્રહ ગતિ આદિ અવસ્થામાં અનાહારક સમજવા જોઈએ. શેષ સમયમાં આહારક, જે જીવ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત ભાવના પછી કયારે ને કયારે સિદ્ધિલાભ કરશે તે ભવસિદ્ધિક કહેવાય છે.
જેવી વક્તવ્યતા સમુચ્ચય ભવસિદ્ધિકની કહી છે, તેવી જ ભવસિદ્ધિક નારક ભવ સિદ્ધિક અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિયચ, મનુષ્ય, વાતવ્યન્તર, જતિષ્ક અને ભવસિદ્ધિક વૈમાનિકની સમજી લેવી જોઈએ અર્થાત્ તે પણ કદાચિત આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. પણ અહીં સિદ્ધ સંબંધી કથન કરવું જોઈએ, કેમ કે સિદ્ધ મુક્તિ પદને પ્રાપ્ત કરી ચૂક્યા છે, તેથી જ તેમને ભવ્ય નથી કહી શકાતા. - હવે બહુ વિશિષ્ટ ભવસિદ્ધિકની વક્તવ્યતા કહેવાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ઘણાભવસિદ્ધિક છે આહારક હોય છે અથવા અનાહારક હોય છે?
શ્રી ભગવાન હે ગૌતમ! સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ કહેવા જોઈએ, તાત્પર્ય એ છે કે આહારક દ્વારના સમાન અહીં પણ સમુચ્ચય જીવ પદમાં અને એકેન્દ્રિય ભવસિદ્ધિકોમાં ઘણા આહારક અને ઘણા અનાહારક, આ એક ભંગજ મળે છે. આ બે પદના સિવાય શેષ નારક આદિ ભવસિદ્ધિકમાં ત્રણ ભંગ કહેવા જોઈએ, જેમ કદાચિત્ બધા આહારક જ હોય છે, અનાહારક એક પણ નથી મળતા. આ પ્રથમ ભંગ છે. કદાચિત્ ઘણા આહારક હોય છે અને એક અનાહારક હોય છે, આ બીજો ભંગ છે. કદાચિત્ ઘણા આહારક પણ હોય છે અને ઘણા અનાહારક પણ હોય છે આ ત્રીજો ભંગ છે.
જે પ્રકારે એક ભવસિદ્ધિક, અને ઘણું ભવસિદ્ધિકમાં આહારકત્વ તેમજ અનાહાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૩૨