________________
પુને તેઓ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનારૂપમાં ઈષ્ટ, કાન્ત, પ્રિય, શુભ, મનોજ્ઞ, મન આમ, ઈચ્છિત અને વિશેષ અભિષ્ટરૂપમાં, હલ્કારૂપ માં, ભારરૂપમાં નહીં, સુખદરૂપમાં, દુઃખદરૂપમાં નહીં. પરિણત કરે છે.
જે દેવેની જેટલા સાગરોપમની સ્થિતિ છે, તેમને તેટલા જ હજાર વર્ષમાં આહા રની અભિલાષા ઉત્પન્ન થાય છે, એ નિયમના અનુસાર સૌધર્મ, ઐશાન આદિ દેવલોકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પરિમાણ સમજી લેવું જોઈએ એ અભિપ્રાય પ્રગટ કરવા માટે કહે છે
સૌધર્મ દેવકના દેવને આભેગનિર્વલિત આહારની અભિલાષા જઘન્ય દિવસ પૃથક વીતતાં અને ઉત્કૃષ્ટ બે હજાર વર્ષ વર્તી જતાં થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ઈશાન દેવેને કેટલા કાળમાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! જઘન્ય કાંઈક અધિક દિવસ પૃથકત્વ વીતતાં અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે હજાર વર્ષ વ્યતીત થતાં આહારની અભિલાષા થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! સનસ્કુમાર દેવને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય બે હજાર અને વર્ષમાં, ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષમાં.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! મહેન્દ્ર દેવોને કેટલા કાળમાં આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય કાંઈક અધિક બે હજાર વર્ષમાં અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક સાત હજાર વર્ષમાં આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! બ્રહ્મલોકના દેને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે?
શ્રીભગવાહે ગૌતમ! જઘન્ય સાત હજાર વર્ષોમાં અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષોમાં બ્રહ્મલેકના દેવને આહારની ઈચ્છા થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! લાન્તક દેવેને કેટ કાળ વ્યતીત થઈ જતાં આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચૌદ હજાર વર્ષ વ્યતીત થતાં લાન્તક દેવોને આહારની અભિલાષા થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મહાશુક દેવને કેટલા કાળમાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય ચૌદ હજાર વર્ષોમાં, ઉત્કૃષ્ટ સત્તર હજાર વર્ષોમાં મહાશુક દેવોને આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે.
શ્રીગૌતમસ્વામી- હે ભગવન્ ! સહસ્ત્રાર દેવને કેટલા કાળમા આહારની ઈચ્છા થાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૧૯