________________
દ્વાન્દ્રિયોની વક્તવ્યતાના સમાન જ ત્રાદ્રિ તેમજ ચતુરિન્દ્રિયની પણ વક્તવ્યતા સમજી લેવી જોઈએ. વિશેષતા એ છે કે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયેના દ્વારા પ્રક્ષેપાહાર રૂપમાં ગૃહીત પુદ્ગલોના અનેક સહસ્રભાગ અનાદ્યાયમાણ (નહી સુંઘવામા આવેલ) અસ્પૃશ્ય માન અને અનાસ્વાદ્યમાન જ વિધ્વંસને પ્રાપ્ત થઈ જાય છે. એનું કારણ એ છે કે તેમનામાં કે ઈ અતિશૂલ હોય છે અને કેઈ અતિસૂક્ષમ હોય છે.
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન! આ અનાદ્યાયમા, અનાસ્વાધમાન અને અસ્પૃશ્યમાન પુદ્ગલમાં કણ કેનથી અ૯પ, અધિક તુલ્ય અથવા વિશેષાધિક છે.
શ્રી ભગવાન્ હે ગૌતમ! બધાથી ઓછા પુદ્ગલ અનાદ્યાયમાણ છે, તેમની અપેક્ષાએ અનાસ્વાદ્યમાન પુદ્ગલ અનન્ત ગણી હોય છે અને તેમની અપેક્ષાએ પણ અસ્પૃશ્યમાન પુદ્ગલ અનત ગણું હોય છે. તાત્પર્ય એ છે કે, એક એક સ્પૃશ્યમાન ચગ્ય ભાગમાં અનતમસાગ અસ્વાદનના ચોગ્ય હોય છે અને તેને પણ અનાતમો ભાગ આદ્માણ યોગ્ય (સુંઘવાને 5) હોય છે. તેથી જ બધાથી ઓછાં પુદ્ગલ અનાદ્યાય માણ સમજવાં જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ત્રીન્દ્રિય જીવ આહારના રૂપમાં જે પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે પુદ્ગલ તેમને માટે પુનઃ પુનઃ કયા રૂપમાં પરિણત થાય છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! આહારના રૂપમાં ગ્રહણ કરાયેલા તે પુદ્ગલો ધ્રાણેન્દ્રિયની વિમાત્રાથી અર્થાત્ ઈષ્ટ-અનિષ્ટ રૂપથી પરિણત થાય છે. નાકેની જેમ એકાન્ત અનિષ્ટરૂપથી પરિણત નથી થતા, અને દેવેની જેમ એકાન્ત ઈટરૂપમાં પણ પરિણત નથી બનતા. એજ પ્રકારે જિહ્વેન્દ્રિયની વિમાત્રા અને પશેન્દ્રિયની વિમાત્રથી પુનઃ પુનઃ પરિણત થાય છે. ચતુરિન્દ્રિય જીવે દ્વારા બહારના રૂપમાં ગૃહીત યુદંગલ ચક્ષુરિંદ્રિયની વિમાત્રાથી, ધ્રાણેન્દ્રિયની વિમાત્રાથી. જિન્દ્રિયની વિમાત્રાથી અને પર્શનેન્દ્રિયની વિમાત્રાથી પુનઃ પુનઃ પરિણત થાય છે. ચતુરિન્દ્રિનું શેષ કાન ત્રીન્દ્રિયની સમાન સમજવું જોઈએ.
પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા એ પ્રકારે કહી લેવી જોઈએ જેવી ત્રીન્દ્રિયની કહી છે. તેમાં થોડી વિશેષતા એ છે કે આગનર્વતિત અને અનાગનિર્વતિત આહાર માંથી જે આભેગનિવનિત બહાર છે, તે જઘન્ય અન્તમુહૂર્તમાં થાય છે અને ઉકૃષ્ટ ષષ્ઠ ભક્તથી અર્થાત્ બે દિવસ ત્યજીને થાય છે. આ કથન દેવકુફ તેમજ ઉત્તર કુરૂક્ષેત્રના તિર્યંચ પંચેન્દ્રિયની અપેક્ષાથી સમજવાં જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પંચેન્દ્રિયતિર્યંચ જે પુદ્ગલેને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, તે પુદ્ગલે તેમને માટે કયા રૂપમાં પુનઃ પુનઃ પરિણત થાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૧૭