________________
આદિની અપેક્ષાએ પણ અત્યંત અનિષ્ટ અપ્રિય, અત્યન્ત અમનોજ્ઞ અને અત્યન્ત અમન અમતરિક વર્ણવાળી હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! તેજલેશ્યા વર્ણની અપેક્ષાએ કેવા પ્રકારની કહેલી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જેવું શશલાનું લોહી, મેંઢાનું લેહી, સૂવરનું લેહી, સાબરનું લોહી, અથવા મનુષ્યનું લેહી હોય, તેવા જ રંગની તેજેશ્યા કહેલી છે. અન્ય પ્રાણિના રૂધિરની અપેક્ષાએ, શશક મેષ, સૂવર અને મનુષ્યનું લેહી અધિક લાલરંગનું હોય છે, એ કારણે અહીં તેમને ઉલેખ કરાયેલ છે, અથવા તેલેશ્યા ઈગોપ નામક કીડાના રંગની હોય છે. ઈન્દ્રપ કીડા વર્ષારૂતુના આરંભ કાળમાં પ્રાપ્ત થાય છે અને તે અત્યન્ત રક્તવર્ણના હોય છે. લેકભાષામાં “શ્રાવણની ડેસી” પણ કહે છે. અથવા તેજલેશ્યાને રંગ બાલઇન્દ્રપના સદશ હોય છે. બાલઈન્દ્રગોપને રંગ વધારે લાલ રંગને હોય છે. અથવા તે તેલેસ્યા ઉદય થતા વખતના સૂર્યના સમાન લાલ રંગની હોય છે. અથવા સંધ્યારાગ (સંધ્યા સમયની લાલીમા મુંજા (ચઠી)ને અડધે લાલભાગ ઉત્તમ જાતને હિંગ તેમજ લાલરત્નના સમાન, લાખના રસની સમાન, લેહિતાક્ષમણિના સમાન કિરમજી રંગથી રંગેલ કાંબળના સમાન, હાથીના તાળવાના સમાન, ચીન નામના લાલદ્રવ્યના ચૂર્ણની સમાન, પારિજાતના પુરુષની સમાન, જપાકુસુમની સમાન, કિંશુક (ખાખરા)ના કુલની સમાન, લાલકમળની સમાન, લાલ અશોક, લાલ કરેણના સમાન અને લાલ બબ્ધજીવકના સમાન રંગની હોય છે.
શ્રી ભગવાનના દ્વારે એટલું કહેતાં, શ્રી ગૌતમસ્વામી પૂછે છે-શું તેજલેશ્યા એવી
શ્રી ભગવાન-હે ગૌતમ! એ વાત નથી, કેમકે તેલશ્યા શશલાના લેહિ વિગેરેથી પણ અત્યન્ત ઈષ્ટ, અત્યન્ત કમનીય, અત્યન્તમનેસ અને અત્યન્તમન આમતર રંગની અપેક્ષા કહેલી છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પદ્મશ્યા વર્ણની અપેક્ષાએ કેવા પ્રકારની કહેલી છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! પદ્મશ્યા સુવર્ણચંપાના ફુલની જેમ કહેલી છે, ચંપાની છાલની સમાન કહેલી છે, વર્ણચંપાને ભેદ (વિદલન)ના સમાન કહી છે) વિદલન કરવાથી (તેડવાથી) ઉત્કૃષ્ટરંગ પ્રતીત થાય છે. એ કારણે ભેદનું ગ્રહણ કર્યું છે. અથવા પદ્મશ્યા હળદરના ગાંઠીયાના સમાન, હળદરની ગેટલીના સમાન, હળદરના કકડાની સમાન, હડતાલના સમાન, હડતાલની ગેળીના સમાન, હડતાલના ટુકડાની સમાન, ચિકર નામના પીળા દ્રવ્યની સમાન, ચિકરમાંથી તૈયાર કરેલ રંગની સમાન, સોનાની છીપના સમાન, કટી ઊપર પડેલી સોનાની રેખાના સમાન, વાસુદેવના વસ્ત્રની સમાન, અલકીના પુષ્પની સમાન, ચંપાના પુષ્પની સમાન, કર્ણિકાના કુલની સમાન, કેળાની વેલના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
८४