________________
યુક્તિ અહીં પણ સમાન જ છે. દ્રવ્યતઃ દારિક શરીરની અપેક્ષાએ પ્રદેશતઃ આહારક શરીર અનન્તગુણિત છે. ઔદારિક શરીર બધાં મળીને પણ અસંખ્યાત કાકાશ પ્રદેશના બરાબર છે, જ્યારે આહારકશરીરની વર્ગણામાંથી પ્રત્યેકમાં અભથી અનતગણું પરમાણુ હોય છે, તેમની અપેક્ષાએ પણ વૈક્રિયશરીર પ્રદેશાર્થતગયા અસંખ્યાતણા હોય છે. તેમની અપેક્ષાએ ઔદારિશરીર પ્રદેશની દષ્ટિથી અસંખ્યાતગુણ હોય છે. આ વિષયમાં યુક્તિ પૂર્વવત્ સમજવી જોઈએ, તેમની અપેક્ષાએ તૈજસ અને કાર્મણ દ્રવ્યતઃ અનન્તગુણિત હોય છે, કેમ કે તેઓ અત્યન્તપ્રચુર અનઃ સંખ્યાવાળા છે. પણ તેજસ અને કાર્મણશરીર પરસ્પરમાં અલ્પસંખ્યાવાળાં છે, કેમ કે બન્ને પરસ્પર અવિનાભાવી છે, એકના અભાવમાં બીજું નથી રહેતું તૈજસશરીર પ્રદેશતઃ અનતગુણિત હોય છે. આ વિષયમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ. તેની અપેક્ષાએ કાર્માણશરીર પ્રદેશતઃ અનન્તગુણિત છે.
આ પ્રકારે પાંચે શરીરના દ્રવ્યથી પ્રદેશથી, તથા દ્રવ્ય પ્રદેશથી અલ્પ બહત્વનું પ્રરૂપણ કરાયું. હવે જઘન્ય, ઉત્કૃષ્ટ અને જઘન્યત્કૃષ્ટ અવગાહના સંબંધી અ૮૫બહત્વ પ્રતિપાદન કરાય છે
શ્રીગૌતમસ્વામી–ભગવદ્ ! આ દારિક, વેયિક, આહારક તેજસ અને કામણશરીરમાંથી જઘન્ય અવગાહના, ઉત્કૃષ્ટ અવગાહના અને જઘન્યત્કૃષ્ટ અવગાહનાની દષ્ટિથી કણ કેનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રીભગવાન-ગૌતમ! બધાથી ઓછા ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે, કેમ કે તે અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. તેજયશરીર અને કામણશરીરની અવગાહના પરસ્પરમાં તુલ્ય છે; પણ દારિક શરીરની જઘન્ય અવગાહનાથી વિશેષાધિક છે. મારણતિક સમુઘાતથી સમવહત, જેનું તૈજસશરીર પર્વશરીરથી બહાર નિકળી ગયું છે, તેને આયામ, બાહુલ્ય અને વિધ્વંભથી અવગાહનની પ્રરૂપણ કરતાં જે પ્રદેશમાં તેઓ ઉત્પન થશે, તે પ્રદેશ દારિકશરીરની અવગાહનાથી અમિત અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણુવ્યાપ્ત થાય છે અને અત્યન્ત શેડે વચલ પદેશ પણ વ્યાપ્ત બને છે. એ પ્રકારે
ઔદારિક શરીરની જઘન્ય અવગાહનાથી વિશેષાધિક અવગાહના કહેલી છે. તેની અપેક્ષાએ વિકિય શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગણી હોય છે, કેમ કે અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભેદ છે. વૈક્રિયશરીરની જઘન્ય અવગાહનાની અપેક્ષાએ આહારકશરીરની જન્ય અવગાહના અસંખ્યાતગણી હોય છે, કેમ કે, તે કાંઈક ઓછા એક હાથની હોય છે.
ઉત્કૃષ્ટ અવગાહનામાં બધાથી ઓછા આહારકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૯૧