SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલી પૃથ્વીના તેરમા પાથડામાં જે અવગાહનાનું પ્રમાણ છે, તેજ બીજી પૃથ્વીના પ્રથમ પાથડામાં છે, તેનાથી ત્રણ હાથ અને ત્રણ અંગુલ અધિક બીજા પાથડામાં છે. એજ રીતે પ્રત્યેક પાથડામાં ત્રણ હાથ અને ત્રણ અંગુલની વૃદ્ધિ કરવાથી અવગાહનાનું પ્રમાણ બને છે તેમ સમજવું જોઈએ. ૧ અગીયારમાં પાથડામાં પંદર ધનુષ, બે હાથ અને બાર અંગુલ દેહપ્રમાણ જાણવું જોઈએ. પરા આ બને ગાથાઓને ભાવ એ છે કે પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના તેરમાં પ્રસ્તરમાં જે ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ સાત ધનુષ ત્રણ હાથ અને છ અંગુલી કહ્યું છે, તેજ અવગાહનનું પ્રમાણ શર્કરા પ્રભા પૃથ્વીના પહેલા પાથડામાં સમજવું જોઈએ. તત્પશ્ચાત્ પ્રત્યેક પાથડામાં ત્રણ હાથ અને ત્રણ અંગુલની વૃદ્ધિ કરતા જવી જોઈએ, એ રીતે વૃદ્ધિ કરતાં કરતાં અગિયારમાં પાથડામાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પંદર ધનુષ, બે હાથ અને બાર અંગુલની થાય છે. ભવધારણીય અને ઉત્તરક્રિય અવગાહનામાંથી જે ઉત્તરક્રિય અવગાહના છે તે શર્કરા પ્રમા પૃથ્વીના નારકની જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ એકત્રીસ ધનુષ તેમજ એક હાથની હથ છે. આ ઉત્કૃષ્ટ અવગાહના અગીયારમાં પાથડામાં મળી આવે છે. અન્ય પાડાઓમાં પોતપોતાના વધારણીય શરીરની અવગાહનાથી બમણી બમણું અવગાહના થાય છે. શ્રીગૌતમસ્વામી-ભગવદ્ ! ત્રીજી વાલુકાપ્રશા પૃથ્વીના નારકની શરીરવગાહના કેટલી મેટી કહેલી છે? શ્રીભગવાન ગૌતમ ! તૃતીય પુથ્વીને નારકેની ભવધારણીય શરીરવગાહના એક ત્રીસ ધન અને એક હાથની હોય છે. આ અવગાહના નવમાં પાથડાની અપેક્ષા એ છે અન્ય પાથડાઓમાં નિન પ્રકારે જાણવી જોઈએ– વાલુકાપ્રભાના પ્રથમ પાથડામાં ભવધારણીય અવગાહના પંદર ધનુષ બે હાથ અને આર અંગુલની છે. બીજા પાથડામાં સત્તર ધનુષ, બે હાથ અને સાડાસાત અંગુલની હાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫૩
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy