________________
વાહનાવાળા હોવાના કારણે પાણીમાં સર્વત્ર હોય છે, શેવાળ આદિ અનન્તકાયિક છે, અને પાણીમાં તેને સદૂભાવ અવશ્ય હોય છે, તેમની અપેક્ષાએ બાદર પૃથ્વીકાયિક અસંખ્યાતગણા છે, કેમકે તેઓ અહીં પૃથ્વીમાં તેમ જ સમસ્ત વિમાન, ભવન તથા પર્વતે આદિમાં હયાત છે, બાદર જળકાયિક તેમનાથી અસંખ્યાતગણું અધિક છે, કેમકે સમુદ્રોમાં પાણીની અધિકતા હોય છે, બાદર વાયુકાયિક તેનાથી પણ અસંખ્યાત ગણુ છે, કેમકે બધાં છિદ્રોમાં વાયું અવશ્ય હોય જ છે, બાદર વનસ્પતિકાયિક તેમનાથી અનંત ગણું અધિક છે, કેમકે પ્રત્યેક બાદર નિગોદમાં અનન્ત જીવ થાય છે, બાદર છવ તેમનાથી વિશેષાધિક છે, કેમકે બાદર કીન્દ્રિય આદિ બધા તેમનામાં સંમિલિત છે.
આ રીતે સમુચ્ચય આદિ બાદર જીના અ૫બહુત્વનું પ્રતિપાદન કરીને હવે તેમના જ અપર્યાપ્તકનું અલ્પ બહત્વ પ્રરૂપિત કરવાને માટે કહે છે
હે ભગવન ! આ બાદર પૃથિવીકાયિકના અપર્યાપ્તકે, બાદર અષ્કાયિકના અપર્યાપ્તકે, બાદર તેજસ્કાયિકના અપર્યાપ્તકે, બાદર વાયુકાયિકના અપર્યાપ્ત, બાદર વનસ્પતિકાયિકના અપર્યાપ્તકે, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિ કાયિકના અપર્યાપ્ત, બાદર નિગોદ અપર્યાપ્ત તથા બાદર ત્રસકાયના અપપ્તમાં કેણ કેનાથી અ૫, ઘણ, તુલ્ય, અગરતે વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે – હે ગૌતમ ! બધાથી ઓછા બાદર ત્રકાયના અપર્યાપ્તક છે, તેનું કારણ પહેલાં કહેવાઈ ગએલું છે, તેમની અપે. ક્ષાએ બાદર તેજસકાયના અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે, કેમકે તેઓ અસં.
ખ્યાત કાકાશ પ્રદેશના બરાબર છે, તેમની અપેક્ષાએ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણું છે તેનું કારણ પણ આગળ બતાવેલું છે, તેમની અપેક્ષાએ બાદર નિગદના અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે, તેમાંથી બાદર પૃથિવીકાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણુ છે, તેમની અપેક્ષાએ બાદર અચ્છાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે, તેમનાથી બાદર વાયુકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણું છે, તેનું કારણ પણ આગળ કહેવાયેલું છે, તેમની અપેક્ષાએ બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનન્તગણુ છે, તેનું પણ કારણ પહેલા બતાવી દિધું છે, તેમની અપેક્ષાએ બાદર અપર્યાપ્તક વિશેષાધિક છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૪૬